સંસ્કૃત ભાષા ઓળંગી રહી છે વિદેશના સીમાડાઓ, ઈરાનના યુવાનોની પહેલી પસંદ બની સોમનાથ યૂનિવર્સિટી

|

Aug 09, 2022 | 9:49 AM

પારસી યુવાન સાથે વાતચીત કર્યા બાદ જીતુ વાઘાણીએ કહ્યું, 'સંકુચિત માનસિકતા ધરાવતા લોકોએ સંસ્‍કૃત શીખી રહેલા વિદ્યાર્થી ફરસાદ પાસેથી બોધપાઠ લેવો જોઇએ.'

ભારતની (india) દેવ ભાષા તરીકે જાણીતી સંસ્કૃત ભાષા (Sanskrit language)હવે દેશ અને વિદેશના સીમાડાઓ ઓળંગી રહી છે.હજારો વર્ષ જૂની સંસ્કૃત ભાષા વિદેશીઓમાં અભ્યાસને લઈને પસંદગી બની રહી છે.સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં (Somnath university)  ઈરાનનો પારસી યુવક સંસ્કૃત ભાષામાં અભ્યાસ કરવા પહોંચ્યો છે.ઈરાની (Iran) યુવક ફરસાદના સંસ્કૃત પ્રત્યેના લગાવથી ખુદ શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી (jitu vaghani) પણ પ્રભાવિત થયા હતા.અને યુવાન સાથે જ મંચ ઉપર જ વાર્તાલાપ કરી ફરસાદના જવાબોથી સંતુષ્ટિ વ્યક્ત કરી હતી.

શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી ઈરાની યુવકથી પ્રભાવિત થયા

પારસી યુવાન સાથે વાતચીત કર્યા બાદ જીતુ વાઘાણીએ કહ્યું, સંકુચિત માનસિકતા ધરાવતા લોકોએ સંસ્‍કૃત શીખી રહેલા વિદ્યાર્થી ફરસાદ પાસેથી બોધપાઠ લેવો જોઇએ.કાર્યક્રમમાં ફરસાદે વિશ્વમાં સંસ્કૃત ભાષાનું મૂલ્ય સમજાવ્યું હતું. તેણે કહ્યું, સંસ્કૃત ભાષા શીખી રામાયણ (Ramayana)  અને મહાભારત (mahabharat) જેવા મહાન ગ્રંથોને સારી રીતે સમજી અને તેનો ફારસી ભાષામાં અનુવાદ કરવો છે.મહત્વનું છે કે ફરસાદ છેલ્લા બે વર્ષથી આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો છે.

Published On - 9:49 am, Tue, 9 August 22

Next Video