Gir somnath Rain Video : ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વેરાવળમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

|

Jul 18, 2023 | 1:56 PM

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદ પડવાની શરુઆત થઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વેરાવળ, તાલાલા અને સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યો છે.

Gir somnath :  હવામાન વિભાગે (Meteorological department) કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદ પડવાની શરુઆત થઇ છે. ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વેરાવળ, તાલાલા અને સુત્રાપાડામાં મુશળધાર વરસાદ વરસ્યો છે. વેરાવળમાં બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડામાં દોઢ ઈંચ અને તાલાળામાં આશરે 1 ઈંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો- Gujarat Video : અમરેલીના ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ટ્રકની અડફેટે 7 ગાયના ઘટનાસ્થળે મોત, 3થી વધુ ઘાયલ

ગઇકાલે પણ ગીર સોમનાથના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. કોડીનાર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દેવળી, પીપળી, છારા, કડોદરામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. મિતિયાજ, રોણાજ, દુદાણા સહિતના ગામોમાં પણ વરસાદ ખાબક્યો હતો. જે પછી આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

ગીરસોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video