Gir somnath: દીપડાની દહેશત, કંપનીમાં દીપડો ઘૂસી જતા કર્મચારીઓમાં ફફડાટ

|

Nov 05, 2022 | 9:51 AM

કંપનીના માલિકે વનવિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. જેના પગલે વનવિભાગની (Forest department) રેસ્ક્યૂ ટીમે 1 કલાકથી વધુ સમયની મહેનત કરી દીપડાને બેભાન કરીને પકડ્યો હતો. હાલમાં દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી દીપડાનો ત્રાસ વધતો જાય છે ક્યારેક દીપડો પશુના મારણ કરી જાય છે તો ક્યારેક સીમમાં કે ગામમાથી કોઈ વ્યક્તિનો શિકાર કરી જાય છે. ગત રોજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વિવિધ સ્થલે દીપડો ઘૂસી જવાના બે બનાવ બન્યા હતા. વેરાવળ જીઆઈડીસીમાં આવેલા શૈલગંગા ફિસ એક્સપોર્ટ કંપનીમાં દીપડો ઘુસ્યો હતો જેના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

આ ઘટના બાદ કંપનીના માલિકે વનવિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. જેના પગલે વનવિભાગની રેસ્ક્યૂ ટીમે 1 કલાકથી વધુ સમયની મહેનત કરી દીપડાને બેભાન કરીને પકડ્યો હતો. હાલમાં દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો છે.

થોડા દિવસ અગાઉ એક બાળકને દીપડો ખેંચી ગયો હોવાની ઘટના બની  હતી.  ત્યાર બાદ બાળકની લાશ મળી આવી હતી. સવા કલાક સુધી હાથ ધરેલ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન બાદ દીપડો પિંજરે પુરાતા લોકો અને વન વિભાગને હાશકારાની લાગણી અનુભવી હતી. અઠવાડીયાની અંદર બે વખત દીપડો શહેરી વિસ્તારમાં ઘૂસી જતા લોકો ભયભીત થઈ ગયા છે.

Next Video