ફેબ્રુઆરી મહિનાનો સમય એટલે ખેડૂતો માટે ઘઉં નો પાક તૈયાર કરવાનો સમય..આ સમય દરમિયાન લગભગ ઘંઉનો પાક તૈયાર થઈ જતો હોય છે. અનાજમાં જેને રાજા કહેવામાં આવે છે તેઆ ઘઉંનો પાક ખેડૂતો શિયાળામાં લેતા હોય છે. પરંતુ આ વખતે ઘઉં પકવતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે અને તેનું કારણ છે ઘંઉના પાકમાં આવેલો રોગચાળો. ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા, કોડીનાર સહિતના વિસ્તારોમાં વિષમ વાતાવરણની ઘઉંના પાક પર ઘાતક અસર પડી છે. ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં સૂકારો અને ફૂગ થતા ખેડૂતો ચિંતિત છે.
ઘંઉનો પાકની લણણી કરવાનો સમય આવી ગયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય છે. સામાન્ય રીતે એક વિઘામાં 40 મણથી વધુ ઘંઉનો પાક આવતો હોય છે પરંતુ આ વખતે સુકારાના કારણે માંડમાંડ વીઘો 10 મણ ઘઉં થાય તેવી સ્થિતિ છે. આવા સમયે ઓછા ઉત્પાદનના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની શકે છે. ત્યારે ખેડૂતો રોગપ્રતિરોધક ક્ષમતા ધરાવતા ઘઉંની જાત વિકસાવવા માગ કરી રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારમાં વિષમ વાતાવરણને લઈ ખેતરોમાં ઉભેલા ઘઉંના પાકોમાં સૂકારો. ફૂગ. જીવાતો.નો ઉપદ્રવ વધ્યો.આ વિસ્તારનાં ખેડૂતો ચિંતિત બન્યા. ત્યારે સુત્રાપાડા તાલુકામાં અને કોડીનાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન દેખાઈ રહ્યું છે. જિલ્લામાં ઘઉંનો પાક હવે થોડા સમયમાં તૈયાર થઈ જશે. ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.
ઘઉંના પાક પર રોગચાળાના એટેક પર કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઘઉંની 4 જેટલી જાતોમાં સુકારો, ફૂગનો રોગચાળો વધું જોવા મળ્યો છે. આની પાછળનું કારણ જોઈએ તો વધુ પડતું પિયત આપવાથી થતો ભેજ, દિવસે વધુ તડકો અને રાત્રે ઠંડી આમ વિષમ વાતાવરણ તેમજ ઝિંક તત્વની ઉણપના કારણે આવી સ્થિતિ થઈ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:54 pm, Sun, 4 February 24