ગીર સોમનાથ: અરબી સમુદ્ર ગાંડોતૂર, તોફાની મોજાં પર હિલોળા લેતી હોડીમાંથી કેવી રીતે બચ્યા ખલાસીઓ?

|

Aug 12, 2022 | 8:45 PM

દરિયામાં ગયેલી એક ફિશીંગ બોટ વેરાવળ (Veraval) બંદરમાં પ્રવેશ કરી રહેલ એ સમયે દિશાસૂચક રસ્તો બતાવતી લાઈટો ન હોવાના કારણે દરીયાના  તોફાની મોજામાં ફસાઇને બોટ કાંઠા નજીક ફસાઈ ગઈ હતી. આ બોટમાં સાત ખલાસીઓ ફસાયા હતા. જેમનું રેકસ્યૂ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથમાં (Gir Somnath) દરિયામાં ભારે મોજાં ઉછળી રહ્યા છે અને દરિયામાં (Arabian Sea) ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રના ઊંચા મોજામાં બે થી ત્રણ હોડીઓ ફસાઈ હતી. ગઈકાલે દરિયામાં ગયેલી એક ફિશીંગ બોટ વેરાવળ બંદરમાં પ્રવેશ કરી રહેલ એ સમયે દિશાસૂચક રસ્તો બતાવતી લાઈટો ન હોવાના કારણે દરીયાના  તોફાની મોજામાં ફસાઇને બોટ કાંઠા નજીક ફસાઈ ગઈ હતી. આ બોટમાં સાત ખલાસીઓ ફસાયા હતા. જેમનું રેકસ્યૂ કરવામાં આવ્યું હતું.

40 કિલોમીટરની ઝડપે ફૂંકાય છે પવન

આ અંગે બોટ એસો.ના હેદેદાર રમેશભાઈ ડાલકીએ જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી અરબી સમુદ્રમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને લઈ ફીશીંગ કરવા ગયેલ બોટોને નજીકના બંદરોમાં પહોંચી જવા મેસેજથી જાણ કરાયેલ હતી. જેને લઈ વેરાવળના માછીમાર અરવિંદ ગોવિંદ ગોહેલની ફિશીંગ બોટ નજીકમાં હોવાથી ગઈકાલે બપોરના સમયે વેરાવળ બંદરમાં પરત આવી રહી હતી. એ સમયે દરીયામાં તોફાની મોજા ઉછળી રહેલ ત્યારે બંદરમાં પ્રવેશવા માટે દિશા સુચક લાલ-લીલી લાઈટો ન હોવાથી બોટ રસ્તો ભૂલી ગઈ હતી. તંત્રની બેદરકારીના કારણે બોટને મોટું નુકસાન  થતા માછીમારોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

બે દિવસ અગાઉ ભારે પવનથી તૂટી ગયું હતું જહાજ

ગીર સોમનાથમાં (Gir Somnath) કોડીનારના મૂળ દ્વારકાના દરિયાકિનારે (Arabian Sea) બની હતી. બોટ માલિકની બોટમાં માછીમારો દરિયામાં માછીમારી (Fishermen) કરવા માટે ગયા હતા પરંતુ ભારે પવન અને વરસાદી વાતાવણને કારણે તેઓ દરિયામાંથી પરત આવી ગયા હતા. જોકે બોટ કાંઠે આવી ગયા બાદ માછીમારો તેને સરખી લાંગરી શકયા નહોતા અને ભારે પવન તથા દરિયામાં કરંટને કારણે બોટ સતત હાલક ડોલક થતી હતી અને દરિયાના મોજાની થપાટો અને પવનને કારણે છેવટે બોટ તૂટી ગઈ હતી. અંદરથી માલ પણ કાઢી શકાયો નહોતા અને થોડીક જ વારમાં હાલકડોલક થતી બોટ વચ્ચેથી બે ભાગમાં વહેચાઈ ગઈ હતી. જોકે બોટની અંદર બેઠેલા માછીમારો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા અને સદભાગ્યે જાનહાનિ ટળી ગઈ હતી.

Next Video