Junagadh : ગીરના ડાલામથ્થા સિંહ સાથે માલધારીઓની દોસ્તી, પશુનું મારણ કરે પણ માનવીને ના મારે, જુઓ Video
ગીરના સિંહ સાથે માલધારીની મિત્રતા અલગ જ છે. વર્ષોથી ચાલી આવતી દોસ્તીની દાસ્તાન એવી કે સિંહ વર્ષોથી માલધારીઓ પર હુમલો નથી કરતો. પશુનું મારણ કરે પણ માનવીને ના મારે, જાણો ગીરના ડાલામથ્થા સાથે દોસ્તીની કહાણી.
Junagadh Lion: જંગલનો રાજા એટલે કે સિંહ, અને જ્યારે વાત સિંહની થાય ત્યારે ગીરની વાત તો થાય જ. ગીરના સિંહો માટે એવું કહેવાય છે કે અહીંના સ્થાનિકો અને સિંહની દોસ્તી બેમિસાલ છે. ગીરના જંગલનું ઘરેણું એવા સિંહ અને અહીં વસતા માલધારીઓનો આમને સામને વારંવાર ભેટો થતો રહેતો હોય છે. પણ જાણે બે મિત્રો મળતા હોય તેમ.
માલધારીઓ અને સિંહ એકબીજાની આંખોમાં આંખો નાખીને એકબીજાની બાજુમાંથી પસાર થઈ જાય. પણ કોઈ કોઈને હાની ન પહોંચાડે. વર્ષોથી ચાલી આવતી આ મિત્રતાની પરંપરા આજે પણ જીવિત છે. આ જ કારણ છે કે ગીરનો ડાલામથ્થો માલધારીઓના પશુઓનું મારણ કરે, પણ ક્યારેય માલધારીઓ પર સિંહે હુમલો કર્યો હોય કે ઘાયલ કર્યા હોય તેવા કોઈ કિસ્સા નથી.
આ પણ વાંચો : ગુજરાતમાં વધતી જતી દીપડાની સંખ્યાએ ચિંતા વધારી, 6 વર્ષમાં દીપડાની વસતીમાં 63 ટકાનો વધારો, જૂઓ Video
માલધારીઓ અને સિંહોને શોધતા ટ્રેકર્સ પણ માને છે કે જ્યાં સુધી તમે સિંહની પજવણી ન કરો ત્યાં સુધી સિંહ તમને કંઈ જ નથી કરતો. આ પ્રાણી જેટલું હિંસક દેખાય છે, તેનો સ્વભાવ પણ એટલો જ મિત્રતાભર્યો છે.
જૂનાગઢ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
