ગુજરાત સરકાર કરશે ગિફ્ટ સિટીનું વિસ્તરણ, 3300 એકરના વિસ્તારમાં ફેઈઝ-2નું કરાશે ડેવલપમેન્ટ , જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમન પ્રોજેક્ટ પૈકીનો એક ગિફ્ટ સિટી પ્રોજેક્ટ પણ હતો, ત્યારે હવે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાની છે. હવે ગિફ્ટ સિટીના ફેઈઝ-2નું ડેવલપમેન્ટ કરવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ 2024 પહેલાં જ આ અંગેની જાહેરાત થવાની શક્યતા છે.
ગાંધીનગરની ગિફ્ટ સિટીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને ન માત્ર ગુજરાતનું, પરંતુ દેશનું સૌથી મોટુ બિઝનેસ હબ બનાવવાની તૈયારી કરવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમન પ્રોજેક્ટ પૈકીનો એક ગિફ્ટ સિટી પ્રોજેક્ટ પણ હતો, ત્યારે હવે ગુજરાત સરકાર ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવાની છે. હવે ગિફ્ટ સિટીના ફેઈઝ-2નું ડેવલપમેન્ટ કરવામાં આવશે.
વાયબ્રન્ટ સમિટ 2024 પહેલાં જ આ અંગેની જાહેરાત થવાની શક્યતા છે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં સરકારે અનેક મુદ્દાઓ પર ભાર મુક્યો છે.જે નીચે મુજબ છે.
- સૌથી પહેલા તો ગિફ્ટ સિટીનો વિસ્તાર વધારવામાં આવશે. બીજા તબક્કામાં 3300 એકરના વિસ્તારમાં ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરવામાં આવશે. હાલ ગિફ્ટ સિટીનો વિસ્તાર માત્ર 886 એકર છે.હવે દહેગામ અને આસપાસના વિસ્તારનો ગિફ્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવશે તેવુ જોવા મળી રહ્યુ છે. આ નિર્ણયના ફાયદા આસપાસના લોકોને થશે.
- તો જુલાઈ 2024 સુધીમાં મેટ્રો રેલનો ઓપરેશનલ પાર્ટ ગિફ્ટ સુધી પહોંચે તે પ્રકારની તજવીજ કરવામાં આવી રહી છે.તેનાથી અમદાવાદના બિઝનેસ હબને ગિફ્ટ સિટી સાથે કનેક્ટ કરી શકાશે.બિઝનેસ માટેની એક સ્પેશિયલ મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવે તે પ્રકારની તજવીજ પણ જોવા મળી રહી છે.
- આ સાથે જ રિવરફ્રન્ટને ડેવલપ કરવામાં આવશે. સાબરમતી નદીના બંને કિનારે 9 કિલોમીટરના રિવરફ્રન્ટને ડેવલપ કરવામાં આવશે.એટલે કે અમદાવાદથી ગિફ્ટ સિટીની રિવરફ્રન્ટની સીધી લેન તૈયાર થશે.આ પ્રોજેક્ટ અઢી વર્ષમાં પૂર્ણ કરવાની સરકારની તૈયારી છે.
- બિઝનેસ યુનિટનું વિસ્તરણ થઇ રહ્યુ છે, ત્યારે રહેણાંક વિસ્તારમાં પણ વધારો કરવામાં આવશે.ગિફ્ટ સિટી નજીક સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સાથે વિશાળ ટાઉનશીપ બનાવવામાં આવશે.ગિફ્ટ સિટીની આસપાસ સોશિયલ ઇનફ્રાસ્ટ્રકચરમાં વધારો થશે.આ સાથે જ ગાંધીનગર આસપાસના વિસ્તારમાં રિયલ એસ્ટેટમાં એક બુસ્ટ મળશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો