ભાવનગર: કચરો ઉપાડવાના કોન્ટ્રાકટમાં મોટું કૌભાંડ, દર મહીને લાખોના કોન્ટ્રકટમાં આ રીતે એજન્સી કરે છે છેતરપીંડી!

|

Dec 12, 2021 | 12:04 PM

ભાવનગરમાં ગાર્બેજ કલેક્શન કૌભાંડનો પર્દાફાશ થયો છે. મનપાએ કચરો ઉપાડવા ટેમ્પલ બેલને આપેલા કોન્ટ્રાકટમાં કૌભાંડ સામે આવ્યું છે.

Garbage collection scam: ભાવનગરમાં (Bhavnagar) મોટું કૌભાંડ સામે આવ્યું છે. મનપાએ કચરો ઉપાડવા ટેમ્પલ બેલને આપેલા કોન્ટ્રાકટમાં કૌભાંડ સામે આવ્યું છે. ટેમ્પલ બેલ (Temple Bell) દ્વારા કચરો ઉઘરવા જતા કર્મચારીએ ટેમ્પલ બેલમાં વજન વધારવા નૂશખો કર્યો હોવાનો ભાંડો ફૂટ્યો છે. ગાડીમાં કચરો ભરવાના બદલે વજન વધારવા પથ્થરો ભરી મનપા સાથે કરી છેતરપિંડી કર્યાનો કૌભાંડ ઝડપાયું છે.

તમને જણાવી દઈએ કે મનપા ટેમ્પલ બેલ એજન્સીને મહિને કચરો ઉપાડવા અડધો કરોડ રૂપિયા આપે છે. ઘોઘા સર્કલ વિસ્તારમાં એક નગરસેવકે ટેમ્પલ બેલની 8 ગાડી ઉભી રાખી ચેક કરતા આ મોટું કૌભાંડ ઝડપાયું છે.

ભાવનગર મનપાનું કચરો ઉપાડવાને લઈને એજન્સીનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી ગયો છે. આ કૌંભાડ બહાર આવતા રાજકારણ ગરમાયું છે. ભાવનગર મનપાએ કચરો ઉપાડવા ટેમ્પલ બેલ નામની એજન્સીને કોન્ટ્રાકટ આપેલો છે. ટેમ્પલ બેલના કર્મચારીઓ કચરો ઉઘરાવા જતા હોય છે. આ કર્મચારીએ કચરાનું વજન વધારવા કિમિયો અજમાવ્યો હતો.

ગાડીમાં કચરો ભરવાના બદલે વજન વધારવા માટે પથ્થર ભરવામાં આવી રહ્યાનો ભાંડો ફૂટ્યો છે. વજન વધારીને મનપા સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. તો જણાવી દઈએ કે મનપા એજન્સીને મહિને કચરો ઉપાડવા પચાસ લાખ રૂપિયા આપે છે.

 

આ પણ વાંચો: SURENDRANAGAR : સુરેન્દ્રનગર-વિરમગામ હાઇવે પર એસટી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત 

આ પણ વાંચો: Alert: સુરતમાં બાળકોમાં કોરોના કેસો આવતા તંત્ર ચિંતામાં, 2 વર્ષની બાળકી સહીત 4 વિદ્યાર્થિનીને કોરોના

Published On - 11:39 am, Sun, 12 December 21

Next Video