Banaskantha: કાંકરેજ નજીકથી ગાંજાની ખેતી ઝડપાઈ, 1.25 કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video

Banaskantha: કાંકરેજ નજીકથી ગાંજાની ખેતી ઝડપાઈ, 1.25 કરોડ રુપિયાનો મુદ્દામાલ જપ્ત, જુઓ Video

| Edited By: | Updated on: Oct 21, 2023 | 7:01 PM

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ગાંજાનુ વાવેતર કરવામાં આવતુ હોવાનુ પોલીસે ઝડપી પાડ્યુ છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપને આ અંગેની બાતમી મળી હતી, જેને લઈ કાંકરેજ વિસ્તારમાં દરોડો પાડતા ત્રણ વિઘા વિસ્તારમાં ગાંજાનુ વાવેતર કરવામાં આવ્યુ હોવાનુ ઝડપાયુ છે. એરંડાની ખેતી સાથે જ ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. આમ અન્ય ખેતી વચ્ચે ગાંજાનુ વાવેતર પોલીસની નજર બચાવીને કરવામાં આવી રહ્યુ હતુ.

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ગાંજાનુ વાવેતર કરવામાં આવતુ હોવાનુ પોલીસે ઝડપી પાડ્યુ છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપને આ અંગેની બાતમી મળી હતી, જેને લઈ કાંકરેજ વિસ્તારમાં દરોડો પાડતા ત્રણ વિઘા વિસ્તારમાં ગાંજાનુ વાવેતર કરવામાં આવ્યુ હોવાનુ ઝડપાયુ છે. એરંડાની ખેતી સાથે જ ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. આમ અન્ય ખેતી વચ્ચે ગાંજાનુ વાવેતર પોલીસની નજર બચાવીને કરવામાં આવી રહ્યુ હતુ. જોકે પોલીસને આ વાતની ગંધ આવી જતા કાંકરેજના વડા ગામે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ  મોડાસામાં મોપેડ પર દારુની મોટાપાયે હેરાફેરી કરતો યુવક ઝડપાયો, 172 બોટલ જોઈ પોલીસ દંગ રહી ગઈ

એસઓજી દ્વારા ગાંજાના છોડને જપ્ત કરવામાં આવ્યા અને જેને લઈ તપાસ શરુ કરવામાં આવી છે. 1260 કિલોગ્રામ વજન ધરાવતો ગાંજાનો 1.25 કરોડથી વધારેની કિંમતનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. એસઓજીએ આરોપી આરોપી સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. ગાંજાની આટલી વિશાળ ખેતી કરવા માટે કોની કોની મદદ લેવામાં આવી હતી અને આ માટેના બિયારણ સહિત ક્યાંથી મેળવવામાં આવ્યુ હતુ એ પણ તપાસ શરુ કરી છે.

 

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 21, 2023 05:55 PM