શિકારની શોધમાં ત્રણ સિંહ ખેતરમાં પહોંચ્યા, ગીર સોમનાથના સૂત્રાપાડાનો વીડિયો વાયરલ

શિકારની શોધમાં ત્રણ સિંહ ખેતરમાં પહોંચ્યા, ગીર સોમનાથના સૂત્રાપાડાનો વીડિયો વાયરલ

| Edited By: | Updated on: Nov 08, 2023 | 6:36 PM

ગીર સોમનાથમાં ફરી એકવાર ત્રણ ત્રણ સિંહ એક સાથે જોવા મળ્યા છે. સુત્રાપાડાના ગંગેઠા ગામ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં સિંહો શિકારની શોધમાં પહોંચ્યા હતા. કોઈકે સિંહોનો વીડિયો બનાવી દેતા સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થવા લાગ્યો છે. સ્થાનિક વિસ્તારમાં સિંહ અવાર નવાર જોવા મળતા હોય છે અને જેના વીડિયો વાયરલ થતા હોય છે.

ગીર સોમનાથ જિલ્લામાં સિંહોની લટારનો વીડિયો ફરી એકવાર વાયરલ થયો છે. અવાર નવાર સિંહો અહીં જોવા મળતા હોય છે. પરંતુ સિંહો તેમની મસ્ત અદા સાથે લટાર મારતા જોવા મળવા અને તેમના એ દ્રશ્યને માણવુ એ પણ એક લહાવો છે. આવી જ રીતે સુત્રાપાડા વિસ્તારમાં ત્રણ સિંહની લટાર જોવા મળી છે.

આ પણ વાંચોઃ મેઘરજમાં ખુલ્લી ગટરમાં બાળક ખાબક્યુ, ચીસાચીસ કરતા આસપાસના લોકોએ દોડી આવી બચાવ્યો

ખેતરમાં શિકારની શોધમાં આવી પહોંચેલા ત્રણ ત્રણ સિંહનો વીડિયો કોઈકે બનાવી લીધો છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. ગીર સોમનાથ વિસ્તારમાં અનેક વાર આવી રીતે સિંહ અને સિંહના ટોળા લટાર મારતા જોવા મળતા હોય છે. ક્યારેક તો રહેણાંક વિસ્તારમાં પણ સિંહ લટાર મારતા આવી પહોંચતા હોય છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 08, 2023 06:34 PM