Gandhinagar Video : લોકસભાની ચૂંટણી પહેલા દિલ્હી એક્ટિવ ! BJP જ રાખશે BJPના MLA પર બાજ નજર, IB દ્વારા કરવામાં આવ્યો સર્વે

ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના (BJP) MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે IB દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે 3 કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 07, 2023 | 2:37 PM

Gandhinagar : ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના (BJP) MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે IB દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે 3 કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી છે.

આ પણ વાંચો- Surat Video : Bolav ની ફેક્ટરીમાં Kim પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો સીઝ કર્યો, અખાદ્ય ઘી નું ઉત્પાદન થતું હોવાની શંકા

આ ત્રણ કેટેગરીમાં સર્વે

  • પહેલી વાર જે MLA ચૂંટાયા છે તેમની કામગીરીને લઈ સર્વે કરવામાં આવી રહ્યો છે.તેમના વિસ્તારમાં આ ધારાસભ્યો કેવી કામગીરી કરી રહ્યા છે તે જાણવામાં આવી રહ્યુ છે.
  • જે વિધાનસભામાં નો રિપીટ થિયરી લાગુ કરી નવા ચેહરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ત્યાં વિધાનસભાની વાસ્તવિક પરિસ્થિતિને લઈ સર્વે કરવામાં આવશે.
  • જે બેઠક ભાજપ પ્રથમ વાર જીત્યું છે એવી બેઠકો પર ચાલી રહેલી કામગીરીને લઈ સર્વે.

16થી વધુ બેઠક એવી છે કે જે ભાજપે પ્રથમ વખત જીતી

મહત્વનું એટલા માટે કે IB દ્વારા સર્વે ત્રણ કેટેગરીમાં કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં ભાજપે જીતેલી 156 વિધાનસભા બેઠક પૈકી 16થી વધુ બેઠક એવી છે કે જે ભાજપે પ્રથમ વખત જીતી છે. આ બેઠકો પહેલા કોંગ્રેસના ફાળે હતી. જો કે ભાજપના ફાળે આ બેઠકો પ્રથમ વખત આવી છે. ત્યારે આ બેઠકોમાં ધારાસભ્યોએ કરેલી કામગીરી જાણવામાં આવશે.

જમીની હકીકત જાણવા પ્રયાસ

આમ તો રાજકારણમાં સર્વેની વાત સામાન્ય હોય છે. ચૂંટણી પહેલા ભાજપ સર્વે કરાવતુ રહેતું હોય છે અને IB દ્વારા પણ સર્વે થતો હોય છે. જો કે આ વખતે ભાજપ દ્વારા એક તરફ વિપક્ષની ડિપોઝીટ પણ ડુલ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે જમીની હકીકત શું છે તે જાણવી ભાજપ માટે પણ જરુરી છે. ત્યારે જમીની હકીકત જાણવા આ સર્વે કરવામાં આવી રહ્યો છે.

મંત્રી મંડળનું વિસ્તરણ થવાની શકયતા

આ સાથે જ વિધાનસભા ચૂંટણીમાં જે પર્ફોમન્સ નબળુ રહ્યુ હતું, તેને મજબૂત કરવા પ્રયાસ કરવામાં આવશે. વિકાસ કામો પણ કરવામાં આવશે.બીજી તરફ વાયબ્રન્ટ સમિટ બાદ શક્યતા છે કે મંત્રીમંડળમાં નવા ચહેરાઓને સમાવવામાં આવી શકે છે. મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની શકયતા પણ રહેલી છે.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">