Gandhinagar: માતા હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા વડાપ્રધાન મોદી, જુઓ વીડિયો

|

Aug 27, 2022 | 9:45 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે  (Pm Gujarat visit) છે આજે તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને  કાલે કચ્છ ખાતે સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે.  નોંધનીય  છે કે વડાપ્રધાન જયારે  પણ  ગુજરાતમાં આવે ત્યારે માતા હીરા બાને મળવાનો અચૂક પ્રયત્ન કરતા હોય છે.

ગુજરાતની  (Gujarat  PM  visit)  બે  દિવસીય મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી પોતાના અતિવ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને  રાયસણ ખાતે માતા હીરા બાને (Heera baa)  મળવા પહોંચ્યા હતા.   પીએમ મોદીએ રાયસણ ખાતેના વૃંદાવન બંગલોઝમાં માતા હીરા બા સાથે મુલાકાત કરી હતી.  નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે  (Pm Gujarat visit) છે આજે તેઓ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને  કાલે કચ્છ ખાતે સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે.  નોંધનીય  છે કે વડાપ્રધાન જયારે  પણ  ગુજરાતમાં આવે ત્યારે માતા હીરા બાને મળવાનો અચૂક પ્રયત્ન કરતા હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લાને અનેક વિકાસ યોજનાઓની ભેટ આપશે. તેઓ 28 તારીખે કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. જેમાં સૌથી મહત્વની પ્રકલ્પ કચ્છ-ભુજ બ્રાંચ કેનાલ છે. કચ્છ જેવા સુકા સરહદી વિસ્તારને પાણીની સમસ્યામાંથી ઉગારતી કેનાલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થશે. 1745 કરોડ રૂપિયાના ખર્ચે 357 કિલોમીટર લાંબી હાઈટેક અને ભૂકંપ પ્રૂફ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ભૂજમાં સ્મૃતિવન મ્યુઝિયમમાં અલગ અલગ થીમ પર કુદરતી આપદાઓ અને પુનઃર્વસનને આકાર અપાયો છે. જેમાં 8 જેટલી વિવિધ થીમ પર સ્મૃતિવન અને મ્યુઝિયમનું નિર્માણ કરાયું છે. સાથે જ મ્યુઝિયમમાં સિંધુ સંસ્કૃતિ સાથે કુદરતી આફતો તેમજ ત્યારબાદની ખુમારી દર્શાવાઇ છે.

સ્મૃતિવન મ્યુઝિયમની વિશેષતાઓ

સ્મૃતિવન મ્યુઝિયમમાં મ્યુઝિયમમાં કુલ 7 બ્લોક આવેલા છે. જેને પુનઃરચના, પુનઃપરિચય, પુનઃપ્રત્યાવર્તન, પુનઃનિર્માણ, પુનઃઆવૃતિ, પુનઃવિચાર અને પુનઃસ્મરણ નામ અપાયું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહત, ભૂકંપની માહિતી, કલા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિક્ષાન વગેરે બાબતો વર્કશોપ અને ઝાંખી દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. સાથે જ મુલાકાતીઓને ઉત્તમ અનુભવ મળે તે માટે આધુનિક ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરાયો છે. જેમાં હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન, વર્ચ્યુઅલ રિયાલિટીનો પણ સમન્વય જોવા મળશે.

 

 

 

Next Video