Gandhinagar : વાયબ્રન્ટ ગુજરાતને લઈ મહાત્મા મંદિર ખાતે તડામાર તૈયારીઓ, વિવિધ ક્ષેત્રે કુલ 16 MOU થયા

|

Dec 27, 2021 | 5:03 PM

આગામી 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ મહાત્મા મંદિર (Mahatma Mandir )ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.મહાત્મા મંદિર ખાતે પણ મેઇન્ટેનન્સનું કામ શરૂ કરાયું છે.

Gandhinagar : વાયબ્રન્ટ ગુજરાત સમિટને (Vibrant Gujarat Summit) લઇ રાજ્યમાં દર સોમવારે MOU થઇ રહ્યાં છે.ત્યારે આજે પાંચમી વાર MOU થયા. વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા કુલ 16 MOU કરવામાં આવ્યાં.જે અંતગર્ત ગુજરાતમાં સુરક્ષા માટે જરૂરી રડાર બનશે. (Kevdia Colony) કેવડિયા કોલોનીમાં પણ 2 પ્રોજકટ આવશે.તો લોખંડ, સ્ટીલ, પ્લાસ્ટિક, પર્યાવરણ, પ્લાસ્ટિક વેસ્ટ, વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે મહત્વના MOU કરવામાં આવ્યાં છે.જ્યારે વાયરસ અને બેક્ટેરિયાને નિષ્ક્રિય કરવાના પ્લાન્ટ માટે પણ MOU કરવામાં આવ્યાં.

તો બીજી તરફ આગામી 10 જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઇ મહાત્મા મંદિર (Mahatma Mandir )ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.મહાત્મા મંદિર ખાતે પણ મેઇન્ટેનન્સનું કામ શરૂ કરાયું છે. જો કે આ વખતે કોરોના અને ઑમિક્રૉનનું (omicron) સંકટ પણ વાયબ્રન્ટ પર તોળાઈ રહ્યું છે.જેને લઇ ડેલોગેશન સીટીંગ એરેન્જમેન્ટથી માંડી જમવા માટે અલગ અલગ ડોમ બનાવવામાં આવ્યાં છે.

કોરોના મહામારીમાં ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2021 યોજાઈ શકી નહોતી, જેના કારણે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ હવે 10થી 12 જાન્યુઆરી, 2022 વચ્ચે યોજાશે. રાજ્યમાં વાઈબ્રન્ટ સમિટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નોંધનીય છેકે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં 25 નવેમ્બરે ઉદ્યોગકારો સાથે મુડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી.  રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ પંકજકુમાર અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની ઉપસ્થિતિમાં વિવિધ ક્ષેત્રે ઉદ્યોગકારો વચ્ચે MOU કરવામાં આવ્યા.

આ પણ વાંચો : માતા-પુત્રના સંબંધ પર કલંક સમાન કિસ્સો, પુત્રએ પોતાની પત્ની સાથે મળી સગી માતા પર એસીડ રેડ્યું

આ પણ વાંચો : CLAT 2022 Registration: 1 જાન્યુઆરીથી CLAT માટે રજિસ્ટ્રેશન કરાવી શકશો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

Next Video