વિધાનસભા ચૂંટણી પહેલાં કોળી સમાજમાં ફાંટા, ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા નારાજ

| Edited By: | Updated on: Jan 05, 2022 | 2:53 PM

કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ ભાજપ (BJP) ના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા (Devji Fatepara) અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા (Kunvarji Bavaliya) એ રાજકોટમાં રવિવારે બેઠક કરી હતી.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) પહેલાં કોળી સમાજના મત અંકે કરવા ભાજપ (Bjp) કમલમ(Kamalam) ખાતે સી.આર પાટીલ (C.R. Patil) સાથે સૌરાષ્ટ્રના કોળી(Koli) સમાજના અગ્રણીઓની મહત્વની બેઠક યોજી, પણ બેઠક પહેલાં જ વિવાદ સપાટી પર આવ્યો.

કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ ભાજપ (BJP) ના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા (Devji Fatepara) અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા (Kunvarji Bavaliya) એ રાજકોટમાં રવિવારે બેઠક કરી ભાજપમાં કોળી સમાજની અવગણના થતી હોવાનો સૂર ઉઠ્યા બાદ બુધવારે કમલમ ખાતે સી.આર. પાટીલ અને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી છે. જોકે આ બેઠકમાં કુંવરજી બાવળિયા અને હીરાભાઈ સોંલકી સહિતના આગેવાનો હાજર રહ્યા છે પણ દેવજી ફતેપરાને આ બેઠકથી દૂર રખાતાં તે નારાજ થયા છે.

આજે કમલમમાં બપોરે સી.આર.પાટીલ સાથે કોળી સમાજના આગેવાનોની બેઠક મળી છે. આ પહેલાં સુરેન્દ્રનગરથી ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ નારાજગી વ્યક્ત કરી છે અને કહ્યું કે, બાવળિયા સમાજ સાથે ઊભા નથી રહેતા. તેઓ મને અલગ પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. વધુમાં જણાવ્યું કે, તેઓ ‘વેલનાથ સેના’ના નામે અલગથી સંમેલન બોલાવશે. આગામી 15-20 દિવસમાં સુરેન્દ્રનગર ખાતે સંમેલન મળશે. જે બાદ જિલ્લા અને તાલુકા પ્રમાણે સંમેલન મળશે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી હતી કે, હું ભાજપમાં જ છુ અને ભાજપમાં જ રહીશ.

તેમણે એમ પણ કહ્યું કે આ બેઠક માટે મને કોઈ જાણ કરવામાં આવી નથી, બે દિવસ પહેલાં રાજકોટમાં મળેલી બેઠકમાં સાથે રહીને લડવાની વાત થયા બાદ આમ એકલા જ બેઠક કરવા જતા રહ્યા છે. કુંવરજીભાઈ એવા લોકોને લઈને ગયા છે જે ભાજપની વિચારધારાના નથી. કાલે તેઓ કદાચ કોંગ્રેસ સાથે પણ જોવા મળે.

આ પણ વાંચો : Ahmedabad: કોરોનાના વધતા કેસોને પગલે અમદાવાદની આ બે શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ કરાયુ

આ પણ વાંચો : પગરખાંના જીએસટી દરમાં ઘટાડો કરવા જૂનાગઢના ધારાસભ્યએ CMને લખ્યો પત્ર