Gandhinagar : સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને, સૂર્ય ગુજરાત યોજનાનો સમયગાળો લંબાવાયો

|

Sep 30, 2022 | 9:45 AM

“સૂર્ય ગુજરાત” યોજનાનો સમયગાળો લંબાવીને માર્ચ- 2025 સુધી કરાયો છે. જે અંતર્ગત આગામી 3 વર્ષમાં રાજ્યના 7 લાખ રહેણાંક વીજ ગ્રાહકોને રૂપિયા 4989 કરોડની સબસીડી ફાળવાશે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે.

સોલાર રૂફટોપ  (Solar rooftop system) સિસ્ટમ લગાવવામાં ગુજરાત (Gujarat) દેશમાં પ્રથમ સ્થાને આવ્યું છે  અને વધારેમાં વધારે વીજ ગ્રાહકો સોલાર તરફ વળે તે હેતુથી રાજ્યના ઉર્જા પ્રધાને વધુ એક સરાહનિય નિર્ણય લીધો છે. ગુજરાતમાં સોલાર રૂફટોપ સિસ્ટમમાં  (Solar Rooftop System ) સબસિડી આપતી “સૂર્ય ગુજરાત” યોજનાનો  (Surya Gujarat Yojna) સમયગાળો વધારવામાં આવ્યો છે. “સૂર્ય ગુજરાત” યોજનાનો સમયગાળો  લંબાવીને માર્ચ- 2025 સુધી લંબાવાયો છે. જે અંતર્ગત આગામી 3 વર્ષમાં રાજ્યના 7 લાખ રહેણાંક વીજ ગ્રાહકોને રૂપિયા 4989કરોડની સબસીડી ફાળવાશે.  અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ વીજ ગ્રાહકોએ સોલાર સિસ્ટમ લગાવી છે અને રૂપિયા 2 હજાર કરોડની સહાયનો વીજ ગ્રાહકોએ લીધો લાભ છે.

Next Video