Gandhinagar : જ્ઞાનસેતુ ડે સ્કુલ અંગે સરકાર કરી શકે છે પાછી પાની, સરકાર બદલવા જઈ રહી છે નિર્ણય, જુઓ Video
રાજ્યમા 400 જ્ઞાનસેતુ ડે સ્કુલ ચાલુ કરાવા સરકારે જાહેરાત કરી હતી, જે નિર્ણય અંગે સરકાર પાછી પાની કરી શકે છે. હવે સરકાર જ્ઞાનસેતુ ડે સ્કુલ ચાલુ કરવા માગતી નથી. વિદ્યાર્થી દીઠ સરકાર વર્ષે 20 હજાર રુપિયા ચુકવશે તેમ જણાવ્યુ છે.
Gandhinagar: જ્ઞાનસેતુ ડે સ્કુલ અંગે સરકાર પાછી પાની કરી શકે છે. 4 મહિના અને 6 દિવસોમાં જ્ઞાનસેતુ ડે સ્કુલ અંગે સરકાર નિર્ણય બદલવા જઈ રહી છે. રાજ્યમા 400 જ્ઞાનસેતુ ડે સ્કુલ ચાલુ કરાવા સરકારે જાહેરાત કરી હતી. જોકે આ જાહેરાત અંગે સરકાર પાછી પાની કરી શકે છે. હવે જ્ઞાનસેતુ ડે સ્કુલ સરકાર ચાલુ કરવા માગતી નથી. દરેક તાલુકા અને મનપા વિસ્તારમાં 1 શાળા શરુ કરવાની યોજના હતી. પરંતુ હવે બાળકના ખાતામાં જ્ઞાનસેતુ સ્કોલરશીપ જમાં કરાવવા સરકાર વિચારણા કરી રહી છે.
આ પણ વાંચો : હિમાચલ પ્રદેશમાં 99.8 ટકા પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી, ઉત્પાદનમાં કર્યો જબરદસ્ત વધારો
વિદ્યાર્થી દીઠ સરકાર વર્ષે 20 હજાર રુપિયા ચુકવશે તેવી વાત સામે આવી છે. ધોરણ 6-12 સુધીનું ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ આપવા માટે સરકારની યોજના છે. મહત્વનુ છે કે ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓમાથી પસંદગી કરવા પરીક્ષા યોજાઈ ગઈ છે. વધુમાં 500 વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે સ્કુલ શરુ કરાવાની યોજના હતી. જેમાં રાજ્યના 2 લાખ બાળકોને શોધી આ શાળામાં ભરતી કરવાની વાત કરાઇ હતી. જોકે હાલ સરકાર આ બાબતે પાછીપાની કરી શકે તેમ છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
