GANDHINAGAR : ડીંગુચા ગામનું એક દંપતી ગાયબ, 10 દિવસ પહેલા ગયા હતા કેનેડા

|

Jan 22, 2022 | 5:37 PM

અમેરિકા સાથેની કેનેડા બોર્ડર પર એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં એક ગુજરાતી પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં એક નવજાત બાળક પણ સામેલ છે.

GANDHINAGAR :  કેનેડામાં (Canada) ગુજરાતી દંપતી અને બે બાળકના મોત સામે આવ્યા ત્યારથી જ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. ખાસ કરીને ગાંધીનગરના આ ડિંગુચા ગામમાં (Dingucha village)ચિંતા વધુ જોવા મળી રહી છે. ટીવી નાઈનની ટીમ અહીં પહોંચી હતી. ત્યારે માલૂમ પડ્યું કે, આ ગામમાંથી પણ 10 દિવસ પહેલા એક દંપત્તી કેનેડા ગયું હતું. તેમનો પણ સંપર્ક છેલ્લા ત્રણ દિવસથી થયો નથી. અને એટલે જ આ ગામમાં ચિંતા જોવા મળી રહી છે. આ અંગે ફોરેન મિનિસ્ટ્રીમાં પણ પરિવારના સભ્યો દ્વારા જાણ કરવામાં આવી છે. કારણ કે, જે મોતના સમાચાર આવ્યા તે આ પરિવારના સભ્યો છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા મળી નથી.

અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત

અમેરિકા સાથેની કેનેડા બોર્ડર પર એક ખૂબ જ હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અહીં એક ગુજરાતી પરિવારના ચાર સભ્યોના ઠંડીના કારણે મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં એક નવજાત બાળક પણ સામેલ છે. જો કે, તેને માનવ તસ્કરીનો સંભવિત મામલો ગણાવવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રી એસ જયશંકરે પરિવારના સભ્યોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, ‘કેનેડા-યુએસ બોર્ડર પર એક શિશુ સહિત 4 ભારતીય નાગરિકોના મોતના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો. મેં યુએસ અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ પર તરત જ જવાબ આપવા કહ્યું છે.

મંટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (આરસીએમપી) એ ગુરુવારે સ્થાનિક સમય અનુસાર જણાવ્યું હતું કે બુધવારે ઇમર્સન નજીક કેનેડા-યુએસ બોર્ડર (US-Canada border) પર ચાર મૃતદેહ મળી આવ્યા હતા, જેમાં બે પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે, જેમાંથી એક એક કિશોર અને એક નવજાત બાળક છે.

આ પણ વાંચો : US-Canada બોર્ડર પર નવજાત શિશુ સહિત ગુજરાતી પરિવારના ચાર સભ્યોના ઠંડીથી મોત, વિદેશ મંત્રી જયશંકરે શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો : Gujarat માં કોરોના ગાઇડલાઇનનો કડક અમલ કરાશે, ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી

Next Video