Gandhinagar : ટીંટોડા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ હાજરી આપી, 51 નવયુગલોને આશીર્વાદ આપ્યા

|

Apr 24, 2022 | 8:21 PM

ગાંધીનગરના(Gandhinagar) રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલોને ઘરવખરીની રૂ.પાંચ લાખથી વધુની રકમ ભેટ સોગાદો આપવામાં આવી હતી.આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય શંભુજી ઠાકોર, સંતો-મહંતો,રબારી સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને 25000 થી વધુ લોકો સમૂહ લગ્નમાં ભાગ લઇ નવ દંપતીને શુભેચ્છા આપી હતી.

Gandhinagar : ટીંટોડા ખાતે રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ હાજરી આપી, 51 નવયુગલોને આશીર્વાદ આપ્યા
Gandhinagar Rabari Samaj Samuh Lagnotsav

Follow us on

ગોરસ ગાંધીનગર(Gandhinagar) જિલ્લા રબારી સમાજ (Rabari Samaj) સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)  ખાસ ઉપસ્થિત રહ્યા હતા રબારી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીનું ભવ્ય સન્માન પાઘડી અને ગુલાબનો મોટો હાર પહેરાવીને પહેરાવીને તથા સ્મૃતિ ચિહન આપીને કર્યું હતું. કેસરી ખેસ ઓઢાડી રબારી સમાજના સંતોએ પણ તેમનું સન્માન-અભિવાદન કર્યું હતું.

સમૂહ લગ્નના ભવ્ય આયોજન બદલ અભિનંદન આપ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજના 51 નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા હતા.તેમણે રબારી સમાજના આગેવાનો, દાતાઓ તેમજ આયોજન સમિતિના હોદ્દેદારોને સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે,દરેક સમાજને સાથે રાખી ગુજરાત સરકાર આગળ સૌના સાથ,સૌના વિકાસ ,સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધી રહી છે. સૌ સાથે મળી ગુજરાતનો વધુ વિકાસ કેવી રીતે થઇ શકે એ માટે વિચારીએ અને પ્રયત્ન કરીએ એવી અભ્યર્થના પણ તેમણે વ્યક્ત કરી હતી.

તેમજ પ્રત્યેક નવ યુગલોને ઘરવખરીની રૂ.પાંચ લાખથી વધુની રકમ ભેટ સોગાદો આપવામાં આવી હતી.આ પ્રસંગે ગાંધીનગર જિલ્લાના ધારાસભ્ય શંભુજી ઠાકોર, સંતો-મહંતો,રબારી સમાજના રાજકીય-સામાજિક આગેવાનો અને 25000 થી વધુ લોકો સમૂહ લગ્નમાં ભાગ લઇ નવ દંપતીને શુભેચ્છા આપી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો :  Ahmedabad : અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ, બે શખ્સો ઝડપાયા

આ પણ વાંચો : Ahmedabad : ગરમીમાં કેનાયો ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને કેરીનો રસ, ઠંડા-પીણાનું વિતરણ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 8:16 pm, Sun, 24 April 22

Next Article