Gandhinagar: ભાજપના વધુ એક નેતા કોરોના પોઝિટીવ, ટ્વીટ કરી આપી જાણકારી

|

Jan 07, 2022 | 2:34 PM

અમદાવાદમાં 4 જાન્યુઆરીઓ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલન બાદ ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયાના સમાચારો સામે આવી રહ્યા છે. આ સંત સંમેલનમાં ડો. ઋત્વિજ પટેલે પણ હાજરી આપી હતી.

ગુજરાત સહિત દેશભરમાં કોરોના (Corona)નું સંકટ વધુને વધુ ઘેરાતુ જઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાતો જઈ રહ્યો છે. રાજકીય પક્ષોના નેતાઓ પણ કોરોના પોઝિટીવ (Corona positive) બની રહ્યા છે.

ભાજપ પક્ષ (BJP)માં પણ વધુ એક નેતાનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. ડૉ.ઋત્વિજ પટેલ (Dr. Rutvij Patel)નો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. ઋત્વિજ પટેલે ટ્વીટ કરીને તેમના કોરોના પોઝિટીવ હોવા અંગેની માહિતી આપી છે.

ઋત્વિજ પટેલનું ટ્વીટ

ડો. ઋત્વિજ પટેલે લખ્યું છે કે મને અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતાં મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. છેલ્લા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોય, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કવોરન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.

સંત સંમેલન સુપર સ્પ્રેડર બન્યુ

અમદાવાદમાં 4 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા સંત સંમેલન બાદ ભાજપના ઘણા નેતાઓ કોરોના સંક્રમિત થયાના સમાચારો સામે આવી રહ્યા છે. આ સંત સંમેલનમાં ડો. ઋત્વિજ પટેલે પણ હાજરી આપી હતી.

આ સંત સંમેલનમાં હાજર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતા કોરોના પોઝિટીવ આવ્યા છે. આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.

આ પણ વાંચો- સરકારી કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ: CM ભૂપેન્દ્ર પટેલે આ તારીખ સુધીના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા

આ પણ વાંચે-Ahmedabad : કોરોના સંક્રમણને પગલે સોમવારથી હાઇકોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલશે

Next Video