Gandhinagar : કલોલમાં જૈનવાડી સામે 16 વર્ષીય સગીરાને ઢોરે લીધી અડફેટે, સગીરા ગંભીર રીતે ઇજાગ્રસ્ત

Gandhinagar News : કલોલ શહેરમાં વધુ એક સગીરા રખડતા ઢોરનો શિકાર બની છે. કલોલના જૈનવાડી વિસ્તારમાં એક 16 વર્ષની સગીરાને રખડતા ઢોરોએ અડફેટે લીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2023 | 11:40 AM

ગાંધીનગરના કલોલમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. રખડતા ઢોર સામે નગરપાલિકાની યોગ્ય કાર્યવાહીના અભાવે નિર્દોષ લોકો ભોગ બની રહ્યાં છે. ત્યારે કલોલ શહેરમાં વધુ એક સગીરા રખડતા ઢોરનો શિકાર બની છે. કલોલના જૈનવાડી વિસ્તારમાં એક 16 વર્ષની સગીરાને રખડતા ઢોરોએ અડફેટે લીધી છે. એક્ટિવા લઇને જઇ રહેલી સગીરાને ઢોરે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થઇ છે. મહત્વનું છે કે વારંવાર રખડતા ઢોરનો લોકો ભોગ બની રહ્યાં છે અને આ અંગે નગરપાલિકામાં રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા કોઇ કાર્યવાહી કરતી નથી.

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

મહત્વનું છે કે ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ,NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

Follow Us:
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">