Gandhinagar : દહેગામની ખાનગી ડેરીમાંથી 1400 કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત, ફૂડ વિભાગે બાતમીના આધારે કરી કાર્યવાહી, જુઓ Video
તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs) દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ ડેરી ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. આ ડેરીમાંથી 1400 કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રાજ્યના ફૂડ વિભાગે બાતમીના આધારે દહેગામમાં ખાનગી ડેરીમાં દરોડા પાડ્યા હતા
Gandhinagar : તહેવારોની સીઝન ચાલી રહી છે. ત્યારે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs) દ્વારા અખાદ્ય સામગ્રીઓના મોટાપાયે થતા વેચાણ પર સપાટો બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરના દહેગામમાં લુહાર ચકલા વિસ્તારમાં આવેલી જલારામ ડેરી ખાતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. આ ડેરીમાંથી 1400 કિલો શંકાસ્પદ દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યના ફૂડ વિભાગે બાતમીના આધારે દહેગામમાં ખાનગી ડેરીમાં દરોડા પાડ્યા હતા અને મોટી માત્રામાં દૂધ ક્રીમનો જથ્થો જપ્ત કર્યો હતો. આ જથ્થો અમદાવાદના કુબેરનગરની દ્વારકેશ ડેરી પ્રોડક્ટના માલિક બુધાભાઈ બારોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના ઘરે સમારકામ ચાલતુ હોવાથી દહેગામ ખાતે મિત્રની ડેરીમાં સંગ્રહ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ દૂધ ક્રીમના નમૂના તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
