શામળાજી હાઇવે પરથી ગાંભોઇ પોલીસે અમદાવાદનો ચોર ઝડપ્યો, અંબાજીમાં આચરતો ચોરી

|

Feb 10, 2024 | 9:30 AM

શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે પર ગાંભોઇ પોલીસ ચેકિંગમાં હોવા દરમિયાન એક તસ્કરને ઝડપી લીધો છે. અમદાવાદનો શખ્શ ચોરીના સામાન સાથે પસાર થઈ રહ્યો હતો, એ દરમિયાન વાહન ચેકિંગ કરી રહેલી પોલીસને તે હાથ લાગ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા તે સામાન ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.

હિંમતનગરના ગાંભોઇ પોલીસ મથકની ટીમ દ્વારા શામળાજી હિંમતનગર નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ કરી રહી હતી. રાજેન્દ્રનગર ચોકડી નજીકની ચેકપોસ્ટ પર ચેકિંગ કરવા દરમિયાન એક કારનો ચાલક શંકાસ્પદ હીલચાલ ધરાવતો લાગતા પોલીસની ટીમે તેને રોકીને તેની તલાશી લીધી હતી. આ દરમિયાન કારમાંથી તેની પાસેથી કેટલોક સામાન શંકાસ્પદ હોવાનું જણાયું હતુ. જેને લઈ પોલીસે તેની પૂછપરછ હાથ ધરતા ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

PSI વિમલ ચૌહાણ અને તેમની ટીમને બાજ નજરને લઈ આ તસ્કર ઝડપાઇ આવ્યો હતો. પોલીસે કારમાંથી 9 મોબાઇલ અને એક ટેબ્લેટ સહિત પુરુષ અને મહિલાઓના પર્સ મળી આવ્યા હતા. સાથે જ વાહનોની અલગ અલગ ચાવીઓ પણ મળી આવી હતી. તેમજ ડ્રોઅરમાં મુકેલ સોનાની ચેઇન મળી આવી હતી. આરોપી સંતોષ સીતારામ દુબે અમદાવાદના વટવામાં મંથન એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું જણાવ્યુ હતુ. તે અંબાજીમાં પાર્કિંગમાં મૂકેલ કારને અલગ અલગ ચાવીઓ વડે ખોલીને તેમાંથી તે પર્સ અને મોબાઇલની ચોરી આચરતો હતો. ગાંભોઇ પોલીસે તેને અંબાજી પોલીસ સ્ટેશને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Video