બનાસકાંઠાની દાંતા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ફરી ભાજપમાં જોડાયા

|

May 09, 2022 | 7:15 PM

સંત ભટોળે ભાજપમાં ફરી જોડાયા બાદ કહ્યું કે મારી અગાઉ થયેલી ભૂલ સુધારી રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતની સાથે દેશનો વિકાસ કર્યો છે.

બનાસકાંઠાની દાંતા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ફરી એકવાર ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને વસંત ભટોળને પક્ષમાં આવકાર્યા હતા.વસંત ભટોળની સાથે 3 હજારથી વધારે સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. કમલમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બનાસકાંઠા ભાજપના તમામ દિગ્ગજ આગેવાનો હાજર રહ્યાં હતા. જેમાં પૂર્વ પ્રધાન શંકર ચૌધરી, પૂર્વ સાંસદ હરિ ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વસંત ભટોળે ભાજપમાં ફરી જોડાયા બાદ કહ્યું કે મારી અગાઉ થયેલી ભૂલ સુધારી રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાતની સાથે દેશનો વિકાસ કર્યો છે. દેશની વિકાસ યાત્રામાં ફરી એકવાર ભાગીદાર થયો છું. બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોળના પુત્ર છે.

વસંત ભટોળ. 2009ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતી દાંતા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયા હતા.જો કે 2019માં વસંત ભટોળનાં પિતા પરથી ભટોળને કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપી હતી. જે બાદ વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા હતા. વસંત ભટોળ દાંતા વિસ્તારમાં યુવા ટીમમાં સારૂ નેટવર્ક ધરાવે છે. વસંત ભટોળના જોડાવવાથી ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં ફાયદો મળશે.

ઉત્તર ગુજરાતમાં મોટા નેતાઓ ભાજપમાં જોડાવાના શિલસિલા વચ્ચે આ અગાઉ અનિલ જોશીયારાના પુત્ર કેવલ જોશીયારા પણ ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું હતું અને જ્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પાટણમાં ભાજપ સાંસદ ભરતસિંહ ડાભી સાથે જોવા મળ્યા હતા. પાટણ રેલ્વે સ્ટેશન પરિસરમાં રાષ્ટ્રીય ધ્વજ સ્મારકના ઉદ્ઘાટન સમારોહમાં સાથે દેખાયા હતા. અગાઉ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સીએમ અને શિક્ષણમંત્રી સાથે ગુજરાત સ્થાપના દિવસે જાહેરમંચ પર દેખાયા હતા તેથી તેમની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે.

Next Video