VIDEO : ‘આ આપ નહીં સાપ છે’, ભાજપના પ્રચારમાં ઉતરેલા પૂર્વ સાંસદ પરેશ રાવલે સુરતમાં અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા

|

Nov 29, 2022 | 8:14 AM

ગુજરાત ચૂંટણી 2022 : કેજરીવાલ પર વાર કરતા પરેશ રાવલે કહ્યું કે, કેજરીવાલે તેના બાળકના સોગંધ લીધા હતા કે, હું રાજકારણમાં ક્યારેય નહી આવું, સરકારી ગાડી કે બંગલો નહિ વાપરું પણ અત્યારે બધું ખોટું છે. આ આપ નથી સાપ છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : સુરતમાં ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલે ભાજપના સમર્થનમાં પ્રચાર કર્યો હતો. જેમાં તેઓએ AAP પાર્ટીને આડે હાથ લીધી હતી. કેજરીવાલ પર વાર કરતા પરેશ રાવલે કહ્યું કે, કેજરીવાલે તેના બાળકના સોગંધ લીધા હતા કે, હું રાજકારણમાં ક્યારેય નહી આવું, સરકારી ગાડી કે બંગલો નહિ વાપરું પણ અત્યારે બધું ખોટું છે. આ આપ નથી સાપ છે. દિલ્લીમાં વકફ બોર્ડને 100 કરોડ રૂપિયા આપ્યા. પંડિતો માટે કંઈ નહિ અને મૌલવીઓને તગડો પગાર આપે છે.

નેતાઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર !

ચૂંટણી નજીક આવતા આરોપ- પ્રતિઆરોપનો દોર પણ જામ્યો છે. આ તરફ અમદાવાદમાં કોંગ્રેસનો પ્રચાર કરવા મેદાને ઉતરનાર કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યુ છે. મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીની સરખામણી રાવણ સાથે કરી. તો વડાપ્રધાનની ગરીમાને ન છાજે તે પ્રકારે નિવેદન આપ્યુ. તેમણ કહ્યું કે, શું રાવણની જેમ 100 માથા છે કે અલગ અલગ માટે મતની માંગણી કરો છો ? મોદી નાગરિકોને પોતાનો ચહેરો જોઈ મત કરતી હોવાનુ પણ તેમણે જણાવ્યુ.

Published On - 8:13 am, Tue, 29 November 22

Next Video