Tv9ના સત્તા સંમેલન કાર્યક્રમમાં ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું નિવેદન, ગુજરાતમાં 150 પ્લસ બેઠકો જીતશે ભાજપ

|

Nov 20, 2022 | 11:36 PM

Gujarat Election 2022: TV9 દ્વારા આયોજિત સત્તા સંમેલનમાં ભાજપ નેતા રવિશંકર પ્રસાદે ભાજપ પર હિંદુ-મુસ્લિમોના આરોપો અંગે કહ્યુ કે કોઈ વોટ આપે કે ન આપે સેવા કરવી એ જ સરકારની ફરજ છે.

ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યમાં રાજકીય પક્ષો જોરશોરથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન, રાજ્યમાં જનતાને આકર્ષવા માટે રાજકીય પક્ષોની રાજકીય રણનીતિ સમજવા માટે TV9 ભારતવર્ષે સત્તા સંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં ભાજપના નેતા અને પૂર્વ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે અનેક મુદ્દાઓ પર ખુલીને ચર્ચા કરી જેમા ગુજરાત ચૂંટણી અંગે તેમણે જણાવ્યુ કે એક તરફ પીએમ મોદી વિકાસની વાત કરે છે. જ્યારે મોતના સોદાગરની વાત કોણે કરી હતી તે કોઈને કહેવાની જરૂર નથી. અહીં તેમણે આસામ સીએમ હિંમત બિસ્વા શર્માના નિવેદનનું સમર્થન કરતા કહ્યુ કે ભારતે મજબૂત બનવુ હશે તો નેતાએ મજબૂત બનવુ પડશે. તેમણે ઉમેર્યુ કે એ નેતાની મજબુતી આપણે સહુએ G-20 સંમેલનમાં જોઈ છે.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: રાષ્ટ્રવાદ V/S રાષ્ટ્રવિરોધ પર કહી આ વાત

દિલ્હીમાં શ્રદ્ધા વોકરની હત્યા પર રવિશંકર પ્રસાદે ખુલીને વાત કરી હતી. આ કિસ્સામાં, લવ જેહાદ પર, તેમણે કહ્યું કે દરેક સમયે અને દરેક વસ્તુને હળવાશથી ન લેવી જોઈએ. જો સાચો પ્રેમ હોય તો વિરોધ યોગ્ય નથી, પરંતુ તેની પાછળ જો કોઈ દુરાચાર હોય તો તે યોગ્ય નથી. લવજેહાદ મુદ્દે તેમણે કહ્યુ કે લવજેહાદથી કેરલમાં  ચર્ચના પાદરીઓ પરેશાન છે. ગુજરાતની ચૂંટણી રાષ્ટ્રવાદ વર્સિસ રાષ્ટ્રવિરોધી વચ્ચે છે.એવા ભાજપ નેતાના નિવેદન અંગે રવિશંકર પ્રસાદે જણાવ્યુ કે જ્યાં સુધી ભારતનું લોકતંત્ર રહેશે. ત્યાં સુધી રાષ્ટ્રવાદ વર્સિસ રાષ્ટ્રવિરોધ  મુદ્દો હાવી રહેશે.

Next Video