પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને લખ્યો પત્ર, બેફામ રીતે ટ્રાફિક દંડ ન વસુલવા કરી અપીલ

|

Mar 09, 2022 | 12:17 PM

રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. 6થી 15 માર્ચ સુધીમાં જે બાઈક ચાલકો હેલ્મેટ વિના કે ફોર વ્હીલર ચલાવનારા સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો તેમણે એક હજાર રૂપિયા દંડ ચુકવવો પડશે.

ગુજરાતના પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી (Former Health Minister Kumar Kanani)એ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) ને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ટ્રાફિક પોલીસ (Traffic police) દ્વારા ટ્રાફિક દંડ નહીં વસુલવા અપીલ કરી છે. તેમણે કોરોનામાં લોકોની આર્થિક સ્થિતિ પડી ભાગી હોવાની રજૂઆત કરવા સાથે આ અપીલ કરી છે.

સુરતના વરાછાના ધારાસભ્ય અને  પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ટ્રાફિક પોલીસ દ્વારા બેફામ રીતે દંડ વસુલાતો હોવાના આરોપ સાથે એક પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોરોનાકાળમાં ધંધા-રોજગાર બંધ રહેતા અનેક લોકોની આર્થિક સ્થિતિ હજુ પણ પાટે ચઢી નથી. તેમણે એમ પણ જણાવ્યુ છે કે કોરોનાના કેસ ઓછા થતા લોકોની આર્થિક સ્થિતિ માંડ માંડ થોડી સુધરી રહી છે. ત્યારે આ રીતે બેફામ રીતે ટ્રાફિક દંડ વસુલવાનો બંધ કરવા અપીલ કરી છે.

ધારાસભ્ય કુમાર કાનાણી હંમેશા પોતાની વાત પોતાના જ પક્ષમાં મજબૂતાઈથી મુકવા માટે જાણીતા છે. વરાછા વિસ્તારના પ્રશ્નોને લઈને તેઓ અવારનવાર મ્યુનિસિપલ કમિશનર કે રાજ્ય સરકારને પત્ર લખતા રહેતા હોય છે. પ્રજાને પડતી અગવડને લઈને તેઓ પરોક્ષ રીતે સરકારના જ નિયમોના અને કામગીરી ઉપર પ્રશ્નો ઉભો કરી દેતા હોય છે. ટ્રાફિક પોલીસ હંમેશા કુમાર કાનાણીના નિશાના પર રહેતી હોય છે. વરાછા સહિતના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવાને બદલે વાહનચાલકો પાસેથી રૂપિયા ખંખેરી લેતા હોવાની પણ ખૂબ ફરિયાદ સામે આવી રહી છે. જેને લઇને કુમાર કાનાણીએ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે.

મહત્વનું છે કે રાજ્ય પોલીસ દ્વારા તમામ શહેર અને જિલ્લાઓમાં ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરાયું છે. 6થી 15 માર્ચ સુધીમાં જે બાઈક ચાલકો હેલ્મેટ વિના કે ફોર વ્હીલર ચલાવનારા સીટ બેલ્ટ વિના જોવા મળ્યા તો તેમણે એક હજાર રૂપિયા દંડ ચુકવવો પડશે. આ વિશેષ ડ્રાઈવ આખા ગુજરાતમાં શરૂ કરવા અંગે પોલીસને સૂચના આપવામાં આવી છે કે હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમનો ભંગ કરવાના વધુમાં વધુ કેસમાં કરવામાં આવે. એટલે કે જો કોઈ વાહન ચાલક હેલ્મેટ પહેર્યાં વગર નીકળશે અથવા સીટ બેલ્ટ બાંધ્યા વગર વાહન ચલાવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો-

Kutch: દરિયાઈ સરહદ પર ભારત-પાકિસ્તાનના સૈનિકો આમને સામને આવી ગયાનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો

આ પણ વાંચો-

Junagadh: બાલાજી એવન્યૂની હોસ્પિટલના તબીબોએ રોડ પર ઊભા રહી દર્દીઓને તપાસવા પડ્યા, જાણો શું છે કારણ

Published On - 9:42 am, Wed, 9 March 22

Next Video