લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો! ભાજપમાં જોડાઈ શકે છે આ દિગ્ગજ નેતા

|

Mar 03, 2024 | 6:15 PM

લોકસભાની ચૂંટણી અને રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસને ફરી એક મોટો ફટકો પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે આવનારા બે દિવસમાં તેઓ ભાજપ જોડાઈ શકે છે.

લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફરી એક મોટો ફટકો પડી શકે છે. મળતી માહિતી પ્રમાણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે આવનારા બે દિવસમાં અમરીશ ડેર ભાજપ જોડાઈ શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવતીકાલે અંબરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારે બે દિવસમાં અંબરીશ ડેર ભાજપમાં જોડાવવા અંગે નિર્ણય લેશે તેવી શક્યતા છે. અગાઉ પણ અંબરીશ ડેર ભાજપમાં જોડાવવાની ચર્ચા થઈ હતી. સી આર પાટીલે જાહેર મંચ પરથી અંબરીશ ડેરને આમંત્રણ આપ્યું હતું. તો રામ મંદિર મામલે પણ અંબરીશ ડેરે કોંગ્રેસનો વિરોધ કર્યો હતો.

અમરીશ ડેર એક ક્રાંતિકારી નેતાની છબી ધરાવે છે. વર્ષ 2017માં અમરીશ ડેર ભાજપના હીરા સોલંકીને 12 હજારથી વધુ મતથી હરાવીને રાજુલાના ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરની હાર થઈ હતી.

Next Video