Rajkot : ‘કાયદાકીય પ્રક્રિયાને રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ’, મનીષ સિસોદિયા મામલે પૂર્વ CM વિજય રૂપાણીનું નિવેદન

|

Oct 18, 2022 | 7:39 AM

અરવિંદ કેજરીવાલ સહિત AAP નેતાઓએ આક્ષેપ કર્યો કે, મનીષ સિસોદિયા વિરુદ્ધ નોંધાયેલ કેસ નકલી છે. તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.

મનીષ સિસોદિયાની (Manish Sisodia) CBI પૂછપરછને લઈ રાજકારણ ગરમાયુ છે. ગઈકાલે CBI પૂછપરછ અંગે કરેલા ટ્વીટ બાદ પૂર્વ સીએમ વિજય રૂપાણીનું (vijay Rupani) નિવેદન પણ સામે આવ્યુ છે. વિજય રૂપાણીએ કહ્યું કે, આ કાયદાકીય પ્રક્રિયા છે, આને રાજકારણ સાથે ન જોડવું જોઇએ. આ કાયદાકીય પ્રક્રિયા છે.

ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ – કેજરીવાલ

તમને જણાવી દઈએ કે, દિલ્હી નવી આબકારી નીતિ કૌભાંડના મામલામાં આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સોમવારે CBI ઓફિસ પહોંચ્યા હતા. CBI ની ટીમ લગભગ 7 કલાકથી તેની પૂછપરછ કરી રહી છે. તેની પૂછપરછ હજુ પૂરી થઈ નથી. આ કેસમાં CBIએ મનીષ સિસોદિયા અને અન્ય 15 આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 120B (ગુનાહિત કાવતરું), 477A (એકાઉન્ટ્સમાં હેરાફેરી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ કેસ નોંધ્યો હતો.

સાથે જ મનીષ સિસોદિયાની પૂછપરછને લઈને આમ આદમી પાર્ટી ભાજપ (BJP) અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહી છે. અરવિંદ કેજરીવાલ સહિત AAP નેતાઓએ આક્ષેપ કર્યો કે, મનીષ સિસોદિયા વિરુદ્ધ નોંધાયેલ કેસ નકલી છે. તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા માટે પૂછપરછ કરવામાં આવી રહી છે.. AAP નેતાએ કહ્યું કે સિસોદિયા ભગત સિંહના અનુયાયી છે. દેશ માટે જેલ જવાનો ડર નથી. તમને જણાવી દઈએ કે, આજે મનીષ સિસોદિયા પ્રચાર માટે ગુજરાત મુલાકાતે છે.

Next Video