ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીએ નરેશ પટેલ મુદ્દે આપ્યું આ મહત્વનું નિવેદન

| Edited By: | Updated on: Mar 18, 2022 | 6:32 PM

પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવવાને લઈ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે.રાજકારણમાં નરેશ પટેલને જોડાવવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય હોવાનું કહેતા રૂપાણીએ કહ્યું કે PM મોદી અને અમિત શાહ નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે તેવી મને આશા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Assembly Election)  પહેલા રંગોના પર્વમાં રાજકીય રંગ જોવા મળી રહ્યો છે.પાટીદાર અગ્રણી નરેશ પટેલના (Naresh Patel) રાજકારણમાં જોડાવવાને લઈ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ(Vijay Rupani)  મહત્વનું નિવેદન આપ્યું છે.રાજકારણમાં નરેશ પટેલને જોડાવવું કે નહીં તે તેમનો વ્યક્તિગત નિર્ણય હોવાનું કહેતા રૂપાણીએ કહ્યું, PM મોદી અને અમિત શાહ નેતૃત્વમાં ભાજપ સાથે રહેશે તેવી મને આશા છે.તો રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ પણ નરેશ પટેલ અંગે નિવેદન આપ્યું.રૈયાણીએ કહ્યું કે, લોકશાહીમાં સ્વતંત્રણ નિર્ણય લઈ કોઈપણ જોડાઈ શકે છે.કોઈપણ વ્યક્તિ પાર્ટીમાં આવે તેને આવકારવા પોતે કાર્યકર્તા તરીકે હંમેશા તૈયાર છે.

દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પાસે કેટલીક સ્પષ્ટતા પણ માગી

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા દિલીપ સંઘીણીએ નરેશ પટેલના આ નિર્ણય મુદ્દે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે નરેશ પટેલને હું આદર આપુ છું, પરંતુ જો તેઓ રાજનીતિમાં જોડાશે તો હાર્દિક જેવા હાલ થશે.ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલ રાજનીતિમાં પ્રવેશે તેવી પ્રબળ શક્યતાઓ છે ત્યારે તેમણે હાર્દિકનું ઉદાહરણ આગળ ધરીને તેઓએ ચેતવ્યા હતા. એટલું જ નહીં દિલીપ સંઘાણીએ નરેશ પટેલ પાસે કેટલીક સ્પષ્ટતા પણ માગી દિલીપ સંઘાણીએ પુછ્યુ કે સમાજ એટલે કોણ તેની નરેશ પટેલ સ્પષ્ટતા કરે.જોકે તેઓએ દાવો કર્યો કે હું લેઉવા સમાજનો પ્રમુખ છું, પણ હજુ સુધી મારી સાથે આ મુદ્દે કોઇ ચર્ચા નથી કરાઇ.

આ પણ વાંચો : Dwarka: ફુલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી, અબીલ ગુલાલથી દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું

આ પણ વાંચો :  Kutch: રંગોના પર્વમાં રંગાયા સંતો-હરિભક્તો, ભુજ સ્વામીનારાયણ મંદિરમાં ફુલડોલ ઉત્સવ ઉજવાયો !