Gujarati Video : બેવડી ઋતુના પગલે રાજકોટમાં વકર્યો રોગચાળો, સપ્તાહમાં તાવ, શરદી, ઝાડા ઉલ્ટીના 500થી વધુ કેસ નોંધાયા

|

Mar 28, 2023 | 2:01 PM

રાજકોટમાં (Rajkot) બેવડી ઋતુના કારણે સતત રોગચાળો વકરી રહ્યો છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે તો બીજી તરફ ઋતુગત બીમારીના કેસ પણ વધી રહ્યાં છે.

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહયો છે. ઘણા વિસ્તારોમાં ઉનાળામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ સાથે જ રોગચાળો પણ ફેલાઇ રહ્યો છે. રાજકોટમાં બેવડી ઋતુના કારણે સતત રોગચાળો વકરી રહ્યો છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે તો બીજી તરફ ઋતુગત બીમારીના કેસ પણ વધી રહ્યાં છે. એક સપ્તાહમાં તાવ, શરદી, ઝાડા ઉલટીના 500થી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે મચ્છરનો પણ ઉપદ્રવ વધ્યો છે.

આ પણ વાંચો- Rajkot : કોરોના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 146 પર પહોંચ્યો

રાજકોટ શહેરમાં કોરોનાના કેસોની સાથે સામાન્ય શરદી અને ફલૂના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ મહિનામાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલ્ટીના 4700થી વધુ કેસ નોંધાયા છે. મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે રોગચાળો વધુ વકરી શકે છે. સામાન્ય શરદીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં શહેરમાં મિશ્રઋતુ ચાલી રહી છે. ત્યારે લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

ધતા જતા રોગચાળાને કારણે આરોગ્ય વિભાગ વિવિધ સ્થળોએ દવાનો છંટકાવ, મચ્છરોની ઉત્પતિ રોકવાના પ્રયાસ અને ફોગિંગ સહિતના પ્રયાસો કરી રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. જો સામાન્ય શરદી ઉધરસ તાવ આવવો અને નબળાઇ લાગવી આવા લક્ષણ હોય તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તુરંત જ તબીબની સલાહ લેવી જોઇએ અને જરૂર જણાયે જરૂરી ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે. જેથી જેટલી જલ્દી સારવાર મળે તેટલી જલ્દી રોગને ફેલાવતા અટકાવી શકાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 1:31 pm, Tue, 28 March 23

Next Video