Gujarati Video : જુનાગઢમાં મિશ્ર ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનમાં નોંધપાત્ર વધારો, આરોગ્ય તંત્ર હરકતમાં

|

Mar 04, 2023 | 11:10 AM

આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર નાના બાળકો અને વુદ્ધો તાવ અને શરદીના શિકાર બની રહ્યા છે. જે લોકોને રોગ પ્રતિકાર શક્તિ ઓછી છે તેઓ બિમારીમાં સંપડાઈ રહ્યા છે.

Junagadh : જુનાગઢમાં મિશ્ર ઋતુના કારણે તાવ અને શરદીના કેસમાં વધારો થયો છે. હાલ મિશ્ર ઋતુને પગલે રોજના 150 થી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 4 હજાર કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે.આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર નાના બાળકો અને વુદ્ધો તાવ અને શરદીના શિકાર બની રહ્યા છે. જે લોકોને રોગ પ્રતિકાર શક્તિ ઓછી છે તેઓ બિમારીમાં સંપડાઈ રહ્યા છે. તો લોકોને માસ્ક પહેરવા સાથે સમયસર દવા લેવાની પણ સલાહ આપી રહ્યા છે.

નાના બાળકો અને વુદ્ધો તાવ અને શરદીના ભરડામાં

તો આ તરફ અમદાવાદમાં પણ વાયરલ ઈન્ફેક્શનના કેસ વધ્યાં છે, તેમાંય ખાસ કરીને 20 દિવસથી વાયરલ ઈન્ફેક્શનના કેસ 1100 સુધી પહોંચ્યાં હતા. પરંતુ, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1391એ પહોંચ્યાં છે. જે છેલ્લાં 3 વર્ષમાં અઠવાડિયે નોંધાતા સૌથી વધુ કેસ છે. વાયરલ ઈન્ફેક્શનના કેસ વધતાની સાથે હોસ્પિટલની ઓપીડી 1100થી વધીને 1300 સુધી પહોંચી હતી.

Published On - 9:51 am, Sat, 4 March 23

Next Video