Gujarati Video : વડોદરામાં પૂરે વેર્યો વિનાશ, ડભોઈના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન

| Edited By: | Updated on: Sep 22, 2023 | 8:57 PM

નદીમાં આવેલા પૂરના પાણી આ ત્રણેય ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા હતા. જેને કારણે આશરે 300 વીઘા જમીનમાં ઉગાડેલો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતોનો દાવો છે કે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોની આટલા મહિનાઓની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે.

Vadodara : વડોદરા જિલ્લામાં અવિરત પડેલા વરસાદ (Rain) બાદ સર્જાયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ડભોઈ તાલુકાના ચાર ગામ ભીલોડીયા, ધર્માપુરા, આસગોલ અને અરણીયા ગામ પાસેથી નર્મદા, ઓરસંગ અને હિરણ નદી પસાર થાય છે. ત્યારે ભારે વરસાદને પગલે ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ત્રણેય નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા.

આ પણ વાંચો Vadodara : ડભોઇના ચાણોદમાં ગાય ગટરમાં ખાબકી, ભારે જહેમત બાદ કરાયુ રેસ્કયુ, જુઓ Video

નદીમાં આવેલા પૂરના પાણી આ ત્રણેય ગામમાં અને ખેતરોમાં ફરી વળ્યા હતા. જેને કારણે આશરે 300 વીઘા જમીનમાં ઉગાડેલો પાક ધોવાઈ ગયો છે. ખેડૂતોનો દાવો છે કે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડૂતોની આટલા મહિનાઓની મહેનત પાણીમાં ધોવાઈ ગઈ છે. ખેતરોમાં ફરી વળેલા પાણીને કારણે કપાસ, તુવેર, દિવેલા સહિતના પાકોમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તેથી ખેડૂતોની માગ છે કે ત્વરિતે સરવે થાય અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ચૂકવવામાં આવે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો