કચ્છમાં વધુ એક આગની ઘટના, માંડવીમાં ફિશિંગ બોટમાં લાગી આગ
માંડવી જહાજવાડા નજીક રાખેલા એક વહાણમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગની ઘટનામાં કોઈને જાનહાની ન થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.
કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે માંડવીમાં પણ માછીમારના વહાણમાં આગ લાગવાની ઘટના બની હતી. માંડવી જહાજવાડા નજીક રાખેલા એક વહાણમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગ અંગે ફાયર વિભાગને જાણ કરાતા જ ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી, પરંતુ આગની ઘટનામાં કોઈને જાનહાની ન થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે અગાઉ પણ કચ્છના મુન્દ્રા જૂના બંદર પર રહેલા જહાજમાં આગ લાગી છે. જહાજ પર ચોખાનું લોડીંગ ચાલુ હતુ ત્યારે આગ લાગી હતી.
