પોરબંદર વીડિયો : પાકિસ્તાનની ફિશિંગ બોટમાંથી ઝડપાયેલા 13 માછીમારને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં કરાવ્યો કોરોનાનો ટેસ્ટ
બે દિવસ પહેલા ભારતીય જળસીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી.ઓખા કોસ્ટગાર્ડના અરિજય જહાજે પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. તમામા બોટમાં સવાર પાકિસ્તાની માછીમારોને પોરબંદર લાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની ફિશિંગ બોટમાંથી ઝડપાયેલા 13 પાકિસ્તાની માછીમારોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાવીને કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
ભારતીય જળ સીમામાંથી ફિશિંગ બોટ બે દિવસ અગાઉ ઓખા કોસ્ટગાર્ડે ઝડપી હતી.તમામા બોટમાં સવાર પાકિસ્તાની માછીમારોને પોરબંદર લાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની ફિશિંગ બોટમાંથી ઝડપાયેલા 13 પાકિસ્તાની માછીમારોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાવીને કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. તેમજ તમામ 13 પાકિસ્તાની માછીમારો વિરુદ્ધ ગુના નોંધવામાં આવશે. એટલુ જ નહીં પરંતુ અલગ અલગ એજન્સીઓ માછીમારોની પૂછપરછ હાથ ધરશે.
શું હતી સમગ્ર ઘટના
બે દિવસ પહેલા ભારતીય જળસીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. ઓખા કોસ્ટગાર્ડના અરિજય જહાજે પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી.13 પાકિસ્તાની ખલાસીઓ સાથેની બોટને પોરબંદર લાવવામાં આવી હતી.નવી બંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી તમામ ખલાસીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાકિસ્તાની બોટ એન્જિનમાં પાણી ભરાતા બંધ પડીને ભારતીય જળસીમામાં ઘૂસી આવી હોવાનું સામે આવ્યું હતુ.