Navsari : ફાયર વિભાગે રેસ્ક્યુ માટે બે સ્પિડ બોટની કરી માગ, જુઓ Video

Navsari : ફાયર વિભાગે રેસ્ક્યુ માટે બે સ્પિડ બોટની કરી માગ, જુઓ Video

| Edited By: | Updated on: Jun 28, 2023 | 9:15 PM

નવસારીમાં ફાયર વિભાગે સ્પિડ બોટની માગ કરી છે. ચોમાસામાં રેસ્ક્યૂમાં સ્પિડ બોટ જરૂરી હોવાને કારણે ફાયર વિભાગે બે સ્પિડ બોટની માગ કરી છે. નગરપાલિકા પ્રમુખને ફાયર વિભાગે રજૂઆત કરી. ફાયર વિભાગની રજૂઆત તંત્ર સુધી પહોંચાડાઈ છે.

Navsari : રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. વિવિધ જિલ્લાઓમાં ચોમાસાને લઈને લગભગ તૈયારીઓ પૂર્ણ પણ થઈ છે. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાએ પણ મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જો કે ફાયર વિભાગ પાસે રેસ્ક્યૂની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી સ્પીડ બોટ નહીં હોવાથી બે સ્પીડ બોટની માગ ફાયર વિભાગ તરફથી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે નવસારી વિજલપુર નગરપાલિકાનો અમુક વિસ્તાર પૂર્ણા નદીને કિનારે આવેલો છે. જ્યાં ભારે વરસાદને કારણે અમુક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય છે. આ સ્થિતિમાં લોકોને રેસ્ક્યૂ કરવા પડે છે. અત્યાર સુધી નગરપાલિકા તરફથી જૂની બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ ત્વરિતે કામગીરી થાય તે માટે સ્પિડ બોટની માગ ફાયર વિભાગ તરફથી કરવામાં આવી છે.

આ પણ વાંચો  : ગુજરાતમાં દેશનો પ્રથમ સેમી કન્ડક્ટર ચિપનો પ્લાન્ટ સ્થપાશે, સરકાર અને માઇક્રોન ટેકનોલોજી વચ્ચે MOU

નગરપાલિકા પ્રમુખના કહેવા પ્રમાણે ફાયર વિભાગે બોટ સહિત જે સાધનોની જરૂરિયાત અંગે રજૂઆત કરી છે, તે અંગે રાજ્ય સરકારના લાગતા વળગતા વિભાગને જણાવી દેવામાં આવ્યું છે.. આગામી દિવસોમાં તંત્ર તરફથી નગરપાલિકાને સ્પિડ બોટ સહિત ખૂટતા સાધનોનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(with input : Nilesh Gamit)

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો