કચ્છ : મુંદ્રાની ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

કચ્છ : મુંદ્રાની ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Dec 08, 2023 | 4:45 PM

ફાયર વિભાગના ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીની બાજુમાંથી પસાર થતી હેવી વીજલાઈનના કારણે દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે પ્લાસ્ટીકનો મોટો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સામે આવ્યું છે.

મુંદ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી. કંપનીના ગેટ નંબર બે પાસે આવેલા પ્લાસ્ટિકનું સ્ક્રેપ યાર્ડ સળગી ઉઠ્યું હતું. વિકરાળ આગના કારણે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાત સહિત દેશમાં ચાર જગ્યાએ ધ્રુજી ધરા, કચ્છમાં સવારે 9 કલાકે આવ્યો ભૂકંપ

ફાયર વિભાગના ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. કંપનીની બાજુમાંથી પસાર થતી હેવી વીજલાઈનના કારણે દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આગના કારણે પ્લાસ્ટીકનો મોટો જથ્થો બળીને ખાખ થયો હોવાનું સામે આવ્યું છે.

(With input : Jay Dave)

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો