મહીસાગર: કડાણાના ગોધર ગામે મકાનમાં લાગી આગ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
રાત્રે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પાણી રેડીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મહીસાગરના કડાણા તાલુકાના ગોધર ગામે એક મકાનમાં આગ લાગી હોવાની માહિતી મળી છે.
મહીસાગરના કડાણા તાલુકાના ગોધર ગામે એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. રાત્રે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિકોએ પાણી રેડીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો મહીસાગર : પાણી પુરવઠા વિભાગના રોજમદારોની બગડી દિવાળી, 200 જેટલા કામદારો પગારથી વંચિત
બીજી તરફ દાહોદમાં પણ આગની ઘટના સામે આવી હતી. દાહોદ નજીક છાપરી ખાતે ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. દાહોદ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.