Ahmedabad fire : સાયન્સ સિટી રોડના ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં લાગેલી આગ કાબૂમાં, બે વ્યક્તિને સલામત બહાર કઢાયા, જૂઓ Video

| Edited By: | Updated on: Jul 28, 2023 | 11:00 AM

ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

Ahmedabad  : અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી (Science City) રોડના ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ (Fire) લાગી હતી. જેના પર ફાયર વિભાગના (Fire Department) જવાનોએ કાબૂ મેળવી લીધો છે. ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આ પણ વાંચો-Navsari Video : મોડીરાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ, જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઇ

આગની જાણ થતા જ ફાયર વિભાગની 5 ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને એક કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ ઓલવી દીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ફસાયેલા બે વ્યક્તિને હેમખેમ બહાર કાઢ્યા. ફોર્ચ્યૂન બિઝનેસ હબના દસમાં માળે ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો