બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ, મોટા ભાગનો સામાન બળીને ખાખ, જુઓ

|

Jun 01, 2024 | 3:57 PM

બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના બહુચરાજી પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને લઈ ગોડાઉનમાં રહેલ માલ સામાન સળગીને ખાખ થઈ જવા પામ્યો છે. બહુચરાજીમાં સ્થાનિક ફાયર સ્ટેશન કે ટીમની વ્યવસ્થા નહીં હોવાને લઈ આગના સમયે મુશ્કેલી સર્જાઈ. મહેસાણાથી ફાયરની ટીમો સ્થળ પર પહોંચી હતી.

સ્થાનિકો દ્વારા પણ યાત્રાધામ બહુચરાજીમાં ફાયર સ્ટેશન સ્થાપવા માટેની માંગ કરી છે. યાત્રાધામ ખાતે બહુચરાજી મંદિરે મોટી સંખ્યામાં રોજ દર્શનાર્થીઓ આવતા હોય છે. છતાં ત્યાં ફાયરની સુવિધા નહીં હોવાને લઈ સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. બહુચરાજી અને આસપાસના વિસ્તારમાં આગની ઘટના બને ત્યારે મોટે ભાગે મહેસાણા અને ઓએનજીસીની ફાયર ટીમો પહોંચતી હોય છે. જેને લઈ સમય લાગતો હોવાથી ઘટનામાં નુક્સાન થતુ હોય છે.

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:45 pm, Sat, 1 June 24

Next Video