કોવિડે AMCની કમર તોડી નાખી : મેયરે કહ્યું અમદાવાદ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ નબળી

|

Dec 16, 2021 | 6:44 AM

AMCએ જે કોન્ટ્રાક્ટર્સને વિવિધ કામોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર્સને 200 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની પણ બાકી હોવાનું મેયરે સ્વીકાર્યું છે.

AHMEDABAD : અમદાવાદ મહાનગરપાલિકા(AMC)ની આર્થિક સ્થિતિ નબળી છે. આ વાત શહેરના પ્રથમ નાગરિક એવા મેયરે સ્વીકારી છે.. મેયરનું કહેવું છે કે કોરોના કાળ દરમિયાન લોકો પાછળ દવાનો ખર્ચ, હોસ્પિટલ્સમાં વિવિધ સુવિધાઓ, રસીકરણનો ખર્ચ સહિતના ભારણને કારણે મનપાની તિજોરી ખાલી થઈ ગઈ છે. બીજી તરફ મનપાએ જે કોન્ટ્રાક્ટર્સને વિવિધ કામોનો કોન્ટ્રાક્ટ આપ્યો છે તે કોન્ટ્રાક્ટર્સને 200 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની પણ બાકી હોવાનું મેયરે સ્વીકાર્યું છે.જો કે તબક્કાવાર મહાનગરપાલિકા આ નાણા કોન્ટ્રાક્ટરને ચૂકવી દેશે તેવી પણ બાંહેધરી મેયરે આપી.

તો બીજી તરફ વિરોધપક્ષે આક્ષેપો કર્યા કે ભ્રષ્ટ શાસનને કારણે મનપાની તિજોરી ખાલી થઈ છે. બીજી તરફ મનપાએ જે કોન્ટ્રાક્ટર્સને કામ સોંપ્યા છે તે કોન્ટ્રાક્ટર્સ પણ યોગ્ય કામ નહીં કરતા હોવાના આક્ષેપ વિરોધપક્ષે કર્યા.

આ પણ વાંચો : ભારતની અધ્યક્ષતામાં BRICS દેશોની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત, આવતા વર્ષે ચીન સંભાળશે કમાન

આ પણ વાંચો : Bhakti: ગુરુવારનું આ સાંઈવ્રત જીવનના સઘળા કષ્ટોથી અપાવી દેશે મુક્તિ, જાણો વ્રતની સરળ વિધિ

Next Video