Video : ભાવનગરમાં કરોડોનો ખર્ચ કરવા છતાં ગંગાજળિયા તળાવમાં ગંદકીના થર, વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

Video : ભાવનગરમાં કરોડોનો ખર્ચ કરવા છતાં ગંગાજળિયા તળાવમાં ગંદકીના થર, વિપક્ષે લગાવ્યા ભ્રષ્ટાચારના આરોપ

| Edited By: | Updated on: Jan 11, 2023 | 10:01 AM

Bhavnagar News : તળાવ દુર્ગંધ મારતું હોવાથી આસપાસ નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાએ ગંગાજળિયા તળાવના ડેવલોપમેન્ટ પાછળ રૂપિયા 10 કરોડ ખર્ચ્યા છે. પરંતુ હાલના દ્રશ્યો દર્શાવે છે કે મનપાએ કરેલો કરોડોનો ખર્ચો પાણીમાં ગયો છે.

ભાવનગરની મધ્યમાં આવેલું રાજાશાહી સમયનું ગંગાજળિયા તળાવ જતનના અભાવે ભારે ખરાબ હાલતમાં છે. આ તળાવ પાછળ મનપાના શાસકોએ કરોડો રૂપિયા ખર્ચ કર્યા છે. છતાં આ તળાવની હાલત અતિશય દયની઼ય છે, તળાવમાં લીલ જામેલી હોવાની સાથે ગંદકીના પણ થર જામ્યા છે. તળાવ દુર્ગંધ મારતું હોવાથી આસપાસ નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાએ ગંગાજળિયા તળાવના ડેવલોપમેન્ટ પાછળ રૂપિયા 10 કરોડ ખર્ચ્યા છે. પરંતુ હાલના દ્રશ્યો દર્શાવે છે કે મનપાએ કરેલો કરોડોનો ખર્ચો પાણીમાં ગયો છે. ભારે ગંદકી અને દુર્ગંધના લીધે તળાવમાં કોઈ ફરકતુ પણ નથી. જેને લઈને વિરોધ પક્ષના નેતાઓએ મનપાના સત્તાધિશો પર ભ્રષ્ટાચારના આરોપો નાખ્યા છે.

તો બીજી તરફ મનપાના સત્તાધિશોએ બગીચામાં સમયાંતરે ગંદકી સાફ થતી હોવાનો દાવો કર્યો હતો. અને તળાવમાં થતી ગંદકીને કુદરતી ગણાવી સફાઈની કાર્યવાહી કરવાની અધ્ધરતાલ વાતો કરી હતી. મહત્વનું છે કે, ભાવનગર શહેરના મધ્યે એટલે કે ગંગાજળિયા તળાવ વિસ્તાર કે જ્યાં સામાન્ય રીતે લોકો ખરીદી કે પોતાના ધંધાર્થે આવતા જતા હોય છે. ત્યારે વેપારીઓ તો અહીં ત્રસ્ત હોય છે જ, સાથે અહીં ખરીદી કરતા લોકોને પણ અહીં ગંદકીનો સામનો કરવો પડે છે. ઘણી વાર તો લોકો ખરીદી કરવા આવવાનું જ ટાળતા હોય છે. જેના પગલે અહીંના રહીશો અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.