Ahmedabad: કોંગ્રેસ કાર્યકરોનું દાણાપીઠ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન, શાસક પક્ષની કામગીરી પર કોંગ્રેસની આક્ષેપબાજી, જુઓ Video
વિક્ટોરીયા ગાર્ડનથી AMC કચેરી સુધીની પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેનરો સાથે જોડાયા હતા. અમદાવાદમાં તૂટેલા રોડ, રોગચાળો, વરસાદી પાણીથી થતી હાલાકી, હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર સહિતના પ્રજાના પ્રશ્નોને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કોરોના કાળમાં પણ ઓક્સિજનથી લઈ રેમડેસીવિર ઈંજેકશન મુદ્દે પ્રજાને પડેલી તકલીફને લઈ વિપક્ષે સત્તા પક્ષ પર નિશાન સાધ્યું હતું.
Ahmedabad : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનું (BJP) અઢી વર્ષનું શાસન નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. વિક્ટોરીયા ગાર્ડનથી AMC કચેરી સુધીની પદયાત્રામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બેનરો સાથે જોડાયા હતા. અમદાવાદમાં તૂટેલા રોડ, રોગચાળો, વરસાદી પાણીથી થતી હાલાકી, હાટકેશ્વર બ્રિજના ભ્રષ્ટાચાર સહિતના પ્રજાના પ્રશ્નોને લઈ કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
કોરોના કાળમાં પણ ઓક્સિજનથી લઈ રેમડેસીવિર ઈંજેકશન મુદ્દે પ્રજાને પડેલી તકલીફને લઈ વિપક્ષે સત્તા પક્ષ પર નિશાન સાધ્યું હતું. AMCમાં પાછલા અઢી વર્ષમાં અનેક વિકાસના વચનો હજૂ અધૂરા જ હોવાનો વિપક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા.
