Valsad : ઉમરગામની GIDC ખાતે આવેલી પ્લાસ્ટિકની કંપનીમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video
વલસાડના ઉમરગામની GIDC ખાતે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
રાજ્યમા અનેકવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે વલસાડના ઉમરગામની GIDC ખાતે આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકની કંપનીમાં આગ લાગી હોવાથી આગે વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ સાથે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. તેમજ સ્થાનિક લોકોને શ્વાસ લેવામાં પણ હાલાકી થઈ રહી હતી.
આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર
આ સમગ્ર ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ધોરણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ઉમરગામ, વાપી, વલસાડ સહિત આસપાસના વિસ્તારની પણ ફાયર ટીમને બોલાવવાની ફરજ પડી હતી.જો કે હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આગમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Published on: Nov 10, 2024 07:54 AM