તહેવારો પહેલાં મોંઘવારીનો માર, ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી, જુઓ Video
તહેવારોની શરૂઆત પહેલાં જ મોંઘવારીએ સામાન્ય લોકોના બજેટને મોટો ફટકો માર્યો છે. ખાંડ અને ડુંગળીના ભાવ બમણા થતાં ઘરખર્ચ વધી ગયો છે. શાકભાજી અને મીઠાઈના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓની ચિંતા વધી છે અને તહેવારોમાં ઉજવણી મોંઘી બનશે.
તહેવારોની શરૂઆત થાય તે પહેલાં જ મોંઘવારીએ સામાન્ય લોકોના ખિસ્સા પર મોટો બોજ નાખ્યો છે. ખાંડ, ડુંગળી, શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં અસાધારણ વધારો જોવા મળ્યો છે. આ ભાવવધારો તહેવારોની મોસમમાં ગૃહિણીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોમાં ખાંડના ભાવ પ્રતિ કિલો રૂ. 35થી વધીને રૂ. 75 સુધી પહોંચી ગયા છે, જે લગભગ બમણો વધારો દર્શાવે છે. ખાંડ મોંઘી થતાં તેની સીધી અસર મીઠાઈના ભાવ પર પણ પડી છે. મીઠાઈના ભાવમાં અંદાજે 15થી 20 ટકાનો વધારો થયો છે, જેના કારણે તહેવારોમાં મીઠાઈ ખરીદવાનું બજેટ પણ વધશે.
માત્ર ખાંડ જ નહીં, પરંતુ ડુંગળીના ભાવે પણ સામાન્ય લોકોને રડાવ્યા છે. છેલ્લા 10-15 દિવસમાં ડુંગળીના ભાવ પ્રતિ કિલો રૂ. 20થી વધીને રૂ. 45 સુધી પહોંચી ગયા છે. જેને ગરીબોની કસ્તુરી ગણવામાં આવે છે, તે ડુંગળીના ભાવ વધવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં પણ 30થી 40 ટકા જેટલો વધારો નોંધાયો છે. આ ભાવવધારાને કારણે ચાથી લઈને મીઠાઈ અને રોજિંદા રસોડાના ખર્ચ સુધી તમામ વસ્તુઓ મોંઘી બની છે, જે સામાન્ય પરિવારના બજેટને ગંભીર અસર કરી રહી છે.
રક્ષાબંધન પર રાખડી બાંધતી વખતે આ ભૂલ ન કરતાં, જણી લો
