Gujarati Video: વડોદરાની MS યુનિવર્સિટીમાં 3 વર્ષ બાદ ફીમાં જંગી વધારો, 50 હજાર વિદ્યાર્થીઓ પર રૂપિયા 8 કરોડનો બોજ વધશે
Vadodara News: યુનિવર્સિટીમાં ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને વધુ ફી ચૂકવવી પડશે. MS યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ બાદ ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
વડોદરામાં આવેલી જાણીતી MS યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફીને લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીમાં ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને વધુ ફી ચૂકવવી પડશે. MS યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ બાદ ફીમાં જંગી વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
MS યુનિવર્સિટીમાં ફી વધારાને લઈ 50 હજાર વિદ્યાર્થીઓ પર રૂપિયા 8 કરોડનો બોજ વધશે. 20 હજારથી વધુ ફીમાં 5 ટકા અને 20 હજારથી ઓછી ફીમાં 10 ટકા ફીમાં વધારો થયો છે. ગઈકાલે મળેલી સિન્ડિકેટની બેઠકમાં ફી વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફી વધારાના પગલે વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…