Botad Video : વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર વિખેરાયો, વ્યાજખોરોની ધમકીથી કંટાળી હિરા દલાલે કર્યો આપઘાત
સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે, હિરા દલાલને દેવું થઇ જતા 9 જેટલા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ રૂપિયાની સમયસર ભરપાઇ પણ કરી દીધી હતી. રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજખોરો વારંવાર ધમકી આપતા હતા. એટલું જ નહીં વધુ રૂપિયાની માગ કરતા હતા. તેથી વારંવારની હેરાનગતિથી કંટાળી આપઘાત કર્યો છે. સાથે સાથે નવ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરી છે.
Botad : બોટાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક હિરા દલાલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. ઘરના મોભીના આપઘાતથી પરિવાર નિરાધાર બન્યો છે. મૃતક પાસેથી મળી આવેલી સુસાઇડ નોટમાં 9 વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કરાયો છે. સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે, હિરા દલાલને દેવું થઇ જતા 9 જેટલા વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. આ રૂપિયાની સમયસર ભરપાઇ પણ કરી દીધી હતી.
આ પણ વાંચો Botad : તહેવારોની સિઝનમાં ભેળસેળિયા તત્વો બેફામ, બોટાદમાંથી ઝડપાયું 400 લિટર નકલી દૂધ, જુઓ Video
રૂપિયા આપી દીધા હોવા છતાં વ્યાજખોરો વારંવાર ધમકી આપતા હતા. એટલું જ નહીં વધુ રૂપિયાની માગ કરતા હતા. તેથી વારંવારની હેરાનગતિથી કંટાળી આપઘાત કર્યો છે. સાથે સાથે નવ શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ કરી છે. તો બીજી તરફ મૃતકની પત્નીએ 9 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
