Ahmedabad : બોપલના સ્ટર્લિંગ સિટીમાં વધી ચોરીની ઘટના, સ્થાનિકો જાતે પેટ્રોલિંગ કરવા બન્યા મજબૂર, જુઓ Video
બોપલની સ્ટર્લિંગ સીટીમાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી ચોરોને મોકળું મેદાન મળ્યું છે. પોલીસ રક્ષક ન મળતા હવે લોકો જાતે જ સોસાયટીમાં રાતના સમયે પોતાની સુરક્ષા કરવા મજબૂર બન્યા છે. અહીંના સ્થાનિકો વારાફરતી રાત્રિના સમયે જાગે છે અને ચોરીઓ થતી અટકાવવાના પ્રયત્નો કરે છે.
Ahmedabad : અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સ્ટર્લિંગ સિટીમાં ચોરીની (stealing) ઘટના વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ વધતા અને પોલીસ પેટ્રોલિંગ (Police patrol) ન થતુ હોવાના આક્ષેપ સાથે હવે સ્થાનિકોએ જાતે જ રસ્તો શોધી કાઢ્યો છે.
બોપલની સ્ટર્લિંગ સીટીમાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી ચોરોને મોકળું મેદાન મળ્યું છે. પોલીસ રક્ષક ન મળતા હવે લોકો જાતે જ સોસાયટીમાં રાતના સમયે પોતાની સુરક્ષા કરવા મજબૂર બન્યા છે. અહીંના સ્થાનિકો વારાફરતી રાત્રિના સમયે જાગે છે અને ચોરીઓ થતી અટકાવવાના પ્રયત્નો કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસને જાણ કરી હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો