AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR  : ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને વિધાનસભાના દંડક બનાવાયા

GANDHINAGAR : ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને વિધાનસભાના દંડક બનાવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 10:43 PM
Share

ફતેપુરા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા છેલ્લા બે ટર્મથી ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.

GANDHINAGAR :દાહોદ ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને ગુજરાત વિધાનસભાના દંડક બનાવવામાં આવ્યાં છે.આ સાથે જ મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈની પણ નિમણૂંક થયાના અહેવાલો મળી રહ્યાં છે. તેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને વિધાનસભાના દંડક બનાવાતા સમર્થકોમાં આનંદ વ્યાપ્યો છે. દાહોદ જિલ્લા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભાના દંડક તરીકે નિમણૂંક કરાતા ફતેપુરા સહિત સંજેલી તાલુકામાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

ફતેપુરા વિધાનસભાના મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા છેલ્લા બે ટર્મથી ભાજપ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.તેમજ પ્રજાકીય કામગીરીમાં પણ નાના-મોટા નો ભેદ બાજુ ઉપર રાખી કામગીરી કરતા હોય વિસ્તારમાં તેમની સારી છાપ છે.જેની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવાતી હોય છે ત્યારે આજરોજ ધારાસભ્ય રમેશભાઈ કટારાને વિધાનસભાના દંડક તરીકેનું પદ અપાતા ફતેપુરા વિધાનસભા મતવિસ્તારમાં ખુશીની લહેર ફરી વળી છે. ફતેપુરા, બલૈયા,આફવા, સુખસર વિગેરે જગ્યાઓ ઉપર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હોવાના સમાચાર છે.

ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને ગુજરાત વિધાનસભાના દંડક બનાવવામાં આવતા ધારાસભ્ય બચુભાઈ ખાબડે તેમની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

 

આ પણ વાંચો : બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

આ પણ વાંચો : સાઈબર ક્રાઈમના આરોપીને બચાવવા ફિલ્મી ઢબે પોલીસ પર હુમલો, મુખ્ય સાગરિત સળિયા પાછળ ધકેલાયો

g clip-path="url(#clip0_868_265)">