સુરેન્દ્રનગર : નર્મદાના નીર માટે ખેડૂતોના વલખા, 31 ગામોને પાણી આપવાની માંગ સાથે ખેડુતો આંદોલનના માર્ગે

|

May 10, 2022 | 9:23 AM

છેલ્લા ત્રણ દિવસથી 31 ગામના ખેડૂતો (Farmer) અને સરપંચો ઉપવાસ આંદોલન પર બેઠા છે.ઉપરાંત જો આગામી સમયમાં માંગ ન સંતોષાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગરમાં (Surendranagar) નર્મદાના નીર માટે ઉપવાસ આંદોલન પર બેસેલા ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.તમને જણાવી દઈએ કે, ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના ૩૧ ગામોને નર્મદાના નીર આપવા માટે ખેડૂતો અને સરપંચોએ આ રજૂઆત કરી છે. સાથે જ નર્મદાના (Narmada )નીર આપવાની માંગ સાથે ખેડૂતોએ(Farmer) કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે.છેલ્લા ત્રણ દિવસથી 31 ગામના ખેડૂતો અને સરપંચો ઉપવાસ આંદોલન પર બેઠા છે.ઉપરાંત જો આગામી સમયમાં માંગ ન સંતોષાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

31 ગામના ખેડૂતોના નર્મદાના નીર માટે વલખા !

ખેડુતો માટે આશીર્વાદરૂપ નર્મદાના નીર સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ગામડાઓને પુરૂ પાણી મળી રહ્યું નથી. ત્યારે વઢવાણ, ધ્રાંગધ્રા અને મૂળી આ 3 તાલુકાના 31 ગામના ખેડૂતોને સિંચાઇ (Irrigation)માટે નર્મદાનું પાણી આપવામાં આવતું નથી. આથી અનેક રજૂઆતો કરીને થાકેલા ગામના સરપંચો અને આગેવાનો કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યુ છે.ખેડૂતોના જણાવ્યા અનુસાર તે સમયે મુખ્યપ્રધાને દોઢ મહિનામાં પાણી આપવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી પાણી તો નથી આપવામાં આવ્યુ પરંતુ કેનાલ કે પાઇપ લાઇનની કોઇ કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

ખેડૂતોએ રજૂઆતમાં એવું પણ જણાવ્યું કે 31 ગામના તળાવો પણ નર્મદાના નીરથી ભરવામાં આવે જેથી સિંચાઇના પાણીની યોગ્ય વ્યવસ્થા થઈ શકે, જો તેમ કરવામાં નહી આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ફરજ પડશે.

 

Next Video