કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાના છે. ત્યારે તમામ વર્ગના લોકો પોતાના માટે કઇક આશા અપેક્ષા રાખીને બેઠા છે. ખાસ કરીને ખેડૂતોને આ બજેટમાં ઘણી અપેક્ષાઓ છે. રાજકોટ જિલ્લાના ખેડૂતો ખાતર, બિયારણ વગેરેના ભાવમાં થોડી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે. સરકાર ખેડૂતોને બજેટમાં ઉત્પાદનમાં ફાયદો મળે તેવુ બજેટ પાસ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
દેશના સૌથી મોટા વર્ગ ખેડૂતોને રિઝવવા માટે સરકાર ખેતીના મશીન અને ઉપકરણો પરના ટેક્સમાં છૂટછાટ આપી શકે છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને દિવસે વીજળી આપવી જોઇએ. ખેડૂતોને લોનમાં પણ રાહત મળી રહે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.